- આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચોથી T20 મેચ
- ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટસ ક્લબમાં થશે એન્ટ્રી
- કેપ્ટન સિકંદર રઝા પાસે બે મોટા રેકોર્ડ બનાવવાની તક
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝની અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 2 મેચ જીતી છે જ્યારે યજમાન ટીમ માત્ર એક મેચ જીતવામાં સફળ રહી છે. હવે બંને ટીમો વચ્ચે સિરીઝની ચોથી T20 મેચ 13 જુલાઈએ હરારેના મેદાન પર રમાશે. આ મેચમાં ઝિમ્બાબ્વે ટીમના કેપ્ટન સિકંદર રઝા પાસે બે મોટા રેકોર્ડ બનાવવાની તક હશે. આ સિરીઝમાં અત્યાર સુધી સિકંદર બેટથી સારું પ્રદર્શન કરી શક્યો નથી પરંતુ ચોથી મેચમાં તે ચોક્કસપણે આ ખામીને દૂર કરવા ઈચ્છશે.
ઝિમ્બાબ્વે ટીમનો પ્રથમ ખેલાડી બની શકે છે
સિકંદર રઝા હાલમાં T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ઝિમ્બાબ્વે માટે પ્રથમ સ્થાને છે. જો તે ભારત સામેની સિરીઝની ચોથી T20 મેચમાં વધુ 17 રન બનાવશે તો તે T20 ઈન્ટરનેશનલમાં ઝિમ્બાબ્વે માટે 2000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની જશે. આ સિવાય આ સિરીઝમાં 5 વિકેટ ઝડપનાર સિકંદર રઝા જો ચોથી મેચમાં વધુ 2 વિકેટ લે છે તો તે લ્યુક જોંગવેને પાછળ છોડીને સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે.
સિકંદર રઝાની કારકિર્દી
જો આપણે ઝિમ્બાબ્વે ટીમના વર્તમાન કેપ્ટન સિકંદર રઝાના T20 કરિયરની વાત કરીએ તો તેણે 89 મેચમાં 24.79ની એવરેજથી 1983 રન બનાવ્યા છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 133.26 રહ્યો છે, આ દરમિયાન તેણે 14 ફિફ્ટી ફટકારી છે. રઝાએ બોલિંગમાં 24.03ની એવરેજથી 65 વિકેટ લીધી છે, જેમાં તેણે બે વખત મેચમાં 4 વિકેટ પણ લીધી છે.