- ઝુલન ગોસ્વામીને વિદેશી T20 લીગમાં મળી જવાબદારી
- TKRએ ઝુલન ગોસ્વામીને ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કર્યા
- WPLમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે બોલિંગ કોચ તરીકે કામ કર્યું
વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી T20 ટુર્નામેન્ટ કેરેબિયન પ્રીમિયર લીગ, પુરૂષ અને મહિલા બંને માટે આયોજિત થાય છે. આ મહિલા T20 લીગમાં રમી રહેલી ત્રિનબાગો નાઈટ રાઈડર્સ ટીમે અનુભવી ભૂતપૂર્વ ભારતીય મહિલા ખેલાડી ઝુલન ગોસ્વામીને તેની ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે.
ઝુલન ગોસ્વામીને T20 ક્રિકેટ રમવાનો અને કોચ તરીકે કામ કરવાનો અનુભવ છે. ઝુલને ભારતમાં રમાયેલી મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPLમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે બોલિંગ કોચ તરીકે કામ કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ બોલરોનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને ટીમે શરૂઆતની સિઝનમાં જ ટાઇટલ જીત્યું હતું.
ભારતીય ખેલાડીઓ સાથે કામ કરવાની તક મળશે
ઝુલન ગોસ્વામી વેસ્ટ ઈન્ડિઝમાં કામ કરીને એકલતા અનુભવશે નહીં, કારણ કે ટ્રિનબેગો નાઈટ રાઈડર્સની ટીમમાં બે મહત્વપૂર્ણ ભારતીય ખેલાડીઓ પણ સામેલ છે. TKR એ તાજેતરમાં જેમિમાહ રોડ્રિગ્સ અને શિખા પાંડેને સાઈન કર્યા છે. આ સિવાય વેસ્ટ ઈન્ડિઝની ડિઆન્ડ્રા ડોટિન, ઓસ્ટ્રેલિયાની પૂર્વ કેપ્ટન મેગ લેનિંગ અને જેસ જોનાસન પણ આ ટીમમાં જોવા મળશે. ઝુલને તેમની સામે ઘણું ક્રિકેટ રમ્યું છે.
ઝુલન ગોસ્વામીની ક્રિકેટ કારકિર્દી
ઝુલન ગોસ્વામીએ વર્ષ 2022માં પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરનો અંત લાવ્યો હતો. તેની કારકિર્દીમાં, તેણે 12 ટેસ્ટ, 204 ODI અને 68 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી, જેમાં તેણે અનુક્રમે 44, 255 અને 56 વિકેટ લીધી. ઝુલને લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાના બોલિંગ આક્રમણને કમાન્ડ કર્યું અને સૌથી સફળ બોલર તરીકે નિવૃત્ત થઈ હતી મહિલા CPL 2024 21 થી 29 ઓગસ્ટ દરમિયાન યોજાશે. ટુર્નામેન્ટમાં ત્રણ ટીમો TKR, બાર્બાડોસ રોયલ્સ અને ગયાના એમેઝોન વોરિયર્સનો સમાવેશ થાય છે. બાર્બાડોસ રોયલ્સ ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરશે.