• મિસ્ટ્રી ગર્લ સાથે હાર્દિક પંડ્યાની એક તસવીર વાયરલ થઈ હતી
  • હાર્દિક પંડ્યા સાથેની વાયરલ તસવીર પર પ્રાચી સોલંકીએ પ્રતિક્રિયા આપી
  • જાણો કોણ છે પ્રાચી સોલંકી અને તેને હાર્દિક પંડ્યા વિશે શું કહ્યું

હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં તે એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો. જે બાદ આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જે બાદ એવી અટકળો લગાવવામાં આવી હતી કે તેણે નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા લઈ લીધા છે અને હાલમાં તે આ છોકરીને ડેટ કરી રહ્યો છે.

ફેમસ મેકઅપ આર્ટિસ્ટ અને ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુઅન્સર પ્રાચી સોલંકી વાયરલ તસવીરમાં હાર્દિક પંડ્યા સાથે જોવા મળી રહી છે. આ તસવીર અને વીડિયો પ્રાચી સોલંકીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

હાર્દિક પંડ્યા સાથેની વાયરલ તસવીર પર પ્રાચી સોલંકીએ આપી પ્રતિક્રિયા

મેકઅપ આર્ટિસ્ટ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર પ્રાચી સોલંકી અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે અને તેના વીડિયો અવારનવાર વાયરલ થાય છે. જ્યારે હાર્દિક પંડ્યા સાથેની તસવીર વાઈરલ થઈ, ત્યારે સોશિયલ મીડિયા પર ફેન્સે અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે હાર્દિક પંડ્યાનું હવે આ છોકરી સાથે અફેર છે. જે બાદ પ્રાચી સોલંકીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે કહ્યું છે કે 'મારા અને હાર્દિક પંડ્યા વચ્ચે કંઈ નથી, તે મેરિડ છે તેને છોકરો છે, હું સિંગલ છું.'

 

કોણ છે પ્રાચી સોલંકી?

પ્રાચી સોલંકા એક ફેમસ મેકઅપ આર્ટિસ્ટ અને ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુઅન્સર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના પાંચ લાખથી વધુ ફોલોઅર્સ છે. પ્રાચી સોલંકી વ્યવસાયે મોડલ છે અને મિસ સેન્ટ્રલ અને મિસ ગુજરાતનો ખિતાબ જીતી ચુકી છે. આ સાથે તેણે ફેમસ ડિઝાઈનર સિદ્ધાંત ગુપ્તા સાથે પણ રેમ્પ વોક કર્યું છે. આ સાથે તેણે ઘણા ડિઝાઇનર્સ સાથે ફોટોશૂટ કરાવ્યું છે. પ્રાચી સોલંકીએ શ્રી પીએમ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેકનોલોજીમાંથી અભ્યાસ કર્યો છે. તાજેતરમાં તે હાર્દિક પંડ્યા, તેના ભાઈ કૃણાલ પંડ્યા અને ભાભી પંખુરી પંડ્યા સાથે જોવા મળી હતી.

  • Follow us on: