• ઝિમ્બાબ્વે સામેની ત્રીજી ટી20 મેચમાં ફેરફાર થયા
  • આ મેચમાં ગિલ યશસ્વી સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો
  • ગિલના આ નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બુધવારે રમાઈ રહેલી પાંચ મેચની ટી20 સિરીઝની ત્રીજી મેચમાં કેપ્ટન શુભમન ગિલે 4 ફેરફાર કર્યા છે. યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, શિવમ દુબે અને ખલીલ અહેમદને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે રિયાન પરાગ, મુકેશ કુમાર, ધ્રુવ જુરેલ અને સાઈ સુદર્શનને ટીમમાં સ્થાન મળ્યું નથી. આ મેચમાં શુભમન ગિલ યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો. ગિલના આ નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે.

અભિષેક શર્મા નંબર-3 પર બેટિંગ કરવા આવ્યો

છેલ્લી મેચમાં અભિષેક શર્મા ઓપનિંગ કરવા આવ્યો હતો. જ્યાં તેણે વિસ્ફોટક બેટિંગ કરતા સદી ફટકારી હતી. અભિષેકે 47 બોલમાં 7 ચોગ્ગા-8 છગ્ગા ફટકાર્યા અને 212.77ના સ્ટ્રાઈક રેટથી કુલ 100 રન બનાવ્યા, પરંતુ તેને ત્રીજી ટી-20 નંબર 3 પર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો. જ્યાં તે નિષ્ફળ રહ્યો હતો અને 9 બોલમાં એક ચોગ્ગો ફટકાર્યા બાદ માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેકને 11મી ઓવરમાં સિકંદર રઝાએ આઉટ કર્યો હતો. તદિવાનાશે મારુમણીએ કેચ પકડીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.

અભિષેક શર્મા ઓપનિંગમાં કરી રહ્યો છે સારું પ્રદર્શન

યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ વચ્ચે પહેલી વિકેટ માટે 67 રનની ભાગીદારી થઈ હતી. યશસ્વી જયસ્વાલે 27 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 36 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે અભિષેકે સન રાઈઝર્સ હૈદરાબાદ માટે પણ મોટાભાગની મેચોમાં ઓપનિંગ કરી હતી. તેણે 16 મેચમાં 32.27ની એવરેજ અને 202.22ની સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા.અભિષેકે ઓપનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ફેન્સનું કહેવું છે કે ટીમ ઈન્ડિયાને તેની સ્થિતિમાં ફેરફારનો માર સહન કરવો પડ્યો હતો. આ મેચમાં સાઈ સુદર્શનને પણ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. ગિલના આ નિર્ણય પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, રૂતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકીપર અને વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહેમદ.

Image - X

  • Follow us on: