- ઝિમ્બાબ્વે સામે ટીમ ઈન્ડિયાની શરમજનક હાર
- ભારતના 2 ખેલાડી ખાતુ ખોલાવી શક્યા ન હતા
- હાર બાદ શુભમન ગિલે આપ્યું મોટુ નિવેદન
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ જીતીને કરોડો ચાહકોને ખુશી આપી છે. અત્યાર સુધી ચાહકો ખુશ દેખાતા હતા, પરંતુ ઝિમ્બાબ્વે સામે યુવા ટીમનું શરમજનક પ્રદર્શન જોઈને ચાહકો ચોંકી ગયા હતા. ભારતીય ટીમને ઝિમ્બાબ્વે સામે રમાયેલી પ્રથમ T20I મેચમાં 13 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. 116 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો માત્ર 102 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ હાર બાદ અનેક સવાલો ઉભા થયા છે.
ફિલ્ડિંગમાં નિરાશ થયા
શરમજનક હાર બાદ શુભમન ગિલે કહ્યું- અમે સારી બોલિંગ કરી, પરંતુ ફિલ્ડિંગમાં નિરાશ થયા હતા. તેને કાટ લાગી ગયો હોય તેમ લાગતું હતું. ગિલે આગળ કહ્યું, અમે સમય કાઢીને બેટિંગનો આનંદ લેવા માંગતા હતા, પરંતુ એવું થઈ શક્યું નહીં. અમારી પાંચ વિકેટ હાફ ટાઈમમાં પડી ગઈ હતી. જો હું અંત સુધી રહ્યો હોત તો સારું થાત. હું જે રીતે આઉટ થયો અને બાકીની મેચનો જે રીતે અંત આવ્યો તેનાથી હું ખૂબ જ નિરાશ છું. વોશિંગ્ટન સુંદરે આશા જાળવી રાખી. છેલ્લા સમય સુધી અપેક્ષાઓ હતી, પરંતુ જ્યારે તમારે 115 રનનો પીછો કરવાનો હોય અને 10 નંબરનો બેટ્સમેન મેદાન પર મેચ જીતવા માંગતો હોય તો તમારે સમજવું જોઈએ કે કંઈક ખોટું છે.
ટીમ ઈન્ડિયા પત્તાની જેમ વિખેરાઈ ગઈ
116 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાએ પાવર પ્લેમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પણ એક પછી એક વિકેટો પડતી રહી અને ભારતીય ટીમ પત્તાની જેમ વિખેરાઈ ગઈ હતી. શુભમન ગિલે 29 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા, રિંકુ સિંહ અને મુકેશ કુમાર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા હતા. રૂતુરાજ ગાયકવાડે 7, રિયન પરાગે 2, ધ્રુવ જુરેલે 6, વોશિંગ્ટન સુંદરે 27, રવિ બિશ્નોઈએ 9 અને અવેશ ખાને 16 રન બનાવ્યા હતા.