• ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની T20 સિરીઝ
  • પ્રથમ T20 મેચમાં ઝિમ્બાબ્વે ભારતને 13 રનથી હરાવ્યું
  • આ સાથે ભારતની 2024માં પ્રથમ T20 મેચમાં હાર થઈ

હરારેમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની T20 સિરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચમાં ઝિમ્બાબ્વેએ બધાને ચોંકાવી દીધા હતા અને ભારતને હરાવ્યું હતું. ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું છે. આ પહેલા ભારતે સતત 12 મેચ જીતી હતી. BCCIએ આ સિરીઝ માટે વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપ્યો હતો. આ સાથે ભારતની 2024માં પ્રથમ T20 મેચમાં હાર થઈ છે.

ફાસ્ટ બોલરોનું ખરાબ પ્રદર્શન

મુકેશ કુમાર, ખલીલ અને આવેશ ખાન આજની મેચમાં કંઈ ખાસ કરી શક્યા ન હતા. આ પિચ પર અવેશ ખાને 4 ઓવરમાં 29 રન આપ્યા હતા. જ્યારે ખલીલે અહીં 3 ઓવરમાં 28 રન આપ્યા હતા. આ બંને બોલર અંતમાં ઝિમ્બાબ્વેના બેટ્સમેનોને રોકી શક્યા ન હતા.

ખરાબ ફિલ્ડિંગ

ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ પણ આજે કંઈ ખાસ ન હતી. શરૂઆતની ઓવરોમાં ઝિમ્બાબ્વેના બેટ્સમેનોએ સ્લિપમાં ઘણા રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન ભારતીય ફિલ્ડરો બહુ સક્રિય દેખાતા ન હતા. જેના કારણે ઝિમ્બાબ્વેને પાવરપ્લેમાં રન બનાવવાનો મોકો પણ મળ્યો હતો.

ખોટી શોટ પસંદગી

આજે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોની શોટ સિલેક્શન ખૂબ જ નબળી રહી હતી. અભિષેક શર્મા અને પરાગ ખોટા શોટ સિલેક્શનને કારણે આઉટ થયા હતા. રિંકુ સિંહે પણ ખોટા શોટ સિલેક્શનને કારણે પોતાની વિકેટ ગુમાવી હતી. બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાને પણ હારનો સામનો કરવો પડ્યો હતો.


  • Follow us on: