• IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કપ્તાન પદેથી હટાવ્યો
  • અમિત મિશ્રાએ રોહિતની મનોસ્થિતિને લઇ કર્યો મોટો ખુલાસો
  • IPL 2024માં મુંબઇ ઇન્ડિયન્સનું નિરાશાજનક પ્રદર્શન

ભારતીય સ્પિનર અમિત મિશ્રાએ ઈન્ટરવ્યુ દરમિયાન ભારતીય ખેલાડીઓ વિશે ઘણા રહસ્યો ખોલ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં અમિત મિશ્રા રોહિત શર્મા પાસેથી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ છીનવી લેવા પર પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે IPL 2024ની શરૂઆત પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો.

કપ્તાની છીનવાયા બાદ રોહિત ખુશ નહોતો

અમિત મિશ્રાએ મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીથી હટાવવાથી તે ખૂબ જ દુખી છે. અમિત મિશ્રાના કહેવા પ્રમાણે, રોહિતને આ નિર્ણય વિશે અગાઉથી જાણ પણ કરવામાં આવી ન હતી, જેના કારણે તે વધુ ગુસ્સે હતો. અમિત મિશ્રાએ શુભંકર મિશ્રાના પોડકાસ્ટ પર આ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું, "તે IPLમાં ખુશ ન હતો. રોહિત તેનાથી 100 ટકા નારાજ થયો હશે કારણ કે તે ઇમોશનલ માણસ છે."

હાર્દિક કપ્તાન બન્યા બાદ મુંબઇનું નિરાશાનજક પ્રદર્શન

રોહિત શર્માને સુકાનીપદેથી હટાવ્યા બાદ ટીમના પ્રદર્શનમાં ઘટાડો થયો હતો. રોહિતની કપ્તાનીમાં ઘણી વખત આઈપીએલનો ખિતાબ જીતી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં સારું પ્રદર્શન કરી શકી નથી. અમિત મિશ્રાનું માનવું છે કે રોહિત શર્માની ગેરહાજરીથી ટીમની નેતૃત્વ ક્ષમતા પર અસર પડી હતી.


રોહિત શર્માના ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ્સનું માનવું છે કે તેની કેપ્ટન્સી હટાવવાની રીતને વધુ સારી રીતે હેન્ડલ કરી શકાઈ હોત. તેમના નેતૃત્વમાં ટીમે ન માત્ર ઘણા ખિતાબ જીત્યા પરંતુ ટીમના યુવાનોને પ્રોત્સાહન પણ આપ્યું. આવી સ્થિતિમાં પૂર્વ સૂચના વિના આવો ફેરફાર કોઈપણ ખેલાડી માટે નિરાશાજનક હોઈ શકે છે.

  • Follow us on: