- મહિલા એશિયા કપની ફાઈનલ મેચ 28 જુલાઈના રોજ યોજાવાની છે
- આ મેચના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે
- ફાઈનલ મેચને લઈને નવું શિડ્યુલ બહાર આવ્યું છે
મહિલા એશિયા કપ ટી20 2024ની ફાઈનલ મેચને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મહિલા એશિયા કપની ટાઈટલ મેચ 28 જુલાઈના રોજ રમાશે. હવે આ મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જાણો આ મેચ કયા સમયે થશે
જૂના શેડ્યુલ મુજબ મહિલા એશિયા કપ 2024ની ફાઈનલ મેચ 28 જુલાઈના રોજ સાંજે 7 વાગ્યે યોજાવાની હતી. હવે આ મેચ ચાર કલાક પહેલા રમાશે. આ મેચ 3 વાગ્યાથી રમાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી20 મેચ પણ આ જ દિવસે રમાશે અને આ મેચ પણ સાંજે રમાશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે બંને મેચના સમયમાં કોઈ અથડામણ ન થાય.
આ ટીમે બનાવી જગ્યા
ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશે મહિલા એશિયા કપ 2024ની સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બાકીની ચાર ટીમોની સફર પ્રથમ રાઉન્ડમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ સેમિફાઈનલ મેચ રમાવાની છે. આ મેચ બપોરે 2 વાગ્યાથી રમાશે.
બીજી સેમિફાઈનલ મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યાથી રમાશે. સેમિફાઈનલમાં જીતનારી બે ટીમો ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવશે. ફાઈનલ મેચ 28મી જુલાઈને રવિવારે રમાશે. પહેલા આ મેચ સાત વાગ્યે રમવાની હતી, પરંતુ હવે આ મેચ બપોરે ત્રણ વાગ્યાથી રમાશે.
અહીં જુઓ શેડ્યુલ
26 જુલાઈ (સેમિ-ફાઈનલ)
સેમિફાઈનલ 1- ભારત અને બાંગ્લાદેશ - બપોરે 2 વાગ્યે
સેમિફાઈનલ 2- શ્રીલંકા વિરુદ્ધ પાકિસ્તાન - સાંજે 7 વાગ્યે
28 જુલાઈ (ફાઈનલ)
સેમી ફાઈનલ 1 ની વિજેતા ટીમ અને સેમી ફાઈનલ 2નીવિજેતા ટીમ - બપોરે 3 વાગ્યે