• વર્લ્ડકપ 2023 રોમાંચક મોડ પર આવ્યું
  • 2 ટીમે સેમીફાઈનલમ માટે કર્યું છે ક્વોલીફાઈ
  • અફઘાનિસ્તાને પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફી માટે કર્યું ક્વોલીફાઈ

આજે વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. અફઘાનિસ્તાને અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. તેણે છેલ્લી ત્રણ મેચ જીતી છે. પરંતુ તેના માટે અહીં જીત મેળવવી મુશ્કેલ હશે. વર્લ્ડકપ 2023ની આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ તમામ વચ્ચે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. અફઘાનિસ્તાને પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાઈ કર્યું છે. જેથી 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાનની ટીમ પણ રમતી જોવા મળશે.

બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવ્યું

સોમવારે દિલ્હીમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 3 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાની હાર સાથે અફઘાનિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાઈ થઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થશે. અફઘાન ટીમે આ વર્લ્ડકપમાં 7 મેચ રમી છે અને 4માં જીત મેળવી છે. અફઘાનિસ્તાને ઘણી મોટી ટીમોને હરાવી છે. તેણે ઈંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું છે. જે બાદ પાકિસ્તાનનો 8 વિકેટે માત આપી હતી અને શ્રીલંકાને 7 વિકેટે તથા નેધરલેન્ડને પણ 7 વિકેટે હરાવ્યું હતું.

હશમતુલ્લાહ શાહિદીએ સૌથી વધુ રન બનાવ્યા

અફઘાનિસ્તાનના ખેલાડીઓના એકંદર પ્રદર્શન પર નજર કરીએ તો તે અસરકારક રહ્યું છે. ટીમ તરફથી હશમતુલ્લાહ શાહિદીએ સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 7 મેચમાં 282 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 ફિફ્ટી ફટકારી છે. રહમત શાહે પણ સારું પ્રદર્શન કર્યું છે. તેણે 7 મેચમાં 264 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન રહેમતનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 77 રહ્યો છે. જો બોલરો પર નજર કરીએ તો રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાને સારું પ્રદર્શન કર્યું છે. રાશિદે 7 મેચમાં 7 વિકેટ લીધી છે. મુજીબે 7 મેચમાં 7 વિકેટ પણ લીધી છે.

અફઘાનિસ્તાન પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે. તેને વર્લ્ડકપ 2023ની સેમીફાઇનલમાં પહોંચવા માટે તેની બાકીની તમામ મેચો જીતવી પડશે. તેની આગામી મેચ આજે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહી છે. જે બાદ અફઘાનિસ્તાનની ટીમ સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચ રમશે.

  • Follow us on: