• ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું પરફોર્મન્સ શાનદાર
  • શમીની સાથે રવિન્દ્ર જાડેજા પણ વિકેટ લેવામાં માહિર
  • ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ વિકેટ લેવામાં શમી બીજા નંબરે

વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ આવતીકાલે રવિવારે અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ વખતે કોણ ચેમ્પિયન બનશે તે જાણવા માટે આપણે માત્ર એક દિવસની રાહ જોવી પડશે. ભારતીય ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. તેણે 10 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયા સામે પણ તેનો રેકોર્ડ સારો રહ્યો છે. શમીની સાથે રવિન્દ્ર જાડેજાએ પણ ઘણી વિકેટો લીધી છે.

સૌથી વધુ વિકેટ લેવાના મામલે શમી બીજા નંબરે

ઓસ્ટ્રેલિયા સામે ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેવાના મામલે શમી બીજા નંબર પર છે. વર્તમાન બોલરોની યાદીમાં તે નંબર વન પર છે. શમીએ 24 મેચમાં 38 વિકેટ લીધી છે. જ્યારે જાડેજાએ 43 મેચમાં 37 વિકેટ લીધી છે. આ યાદીમાં જાડેજા ત્રીજા નંબરે છે. વર્તમાન બોલરોની યાદીમાં તે બીજા સ્થાને છે. જસપ્રીત બુમરાહે પણ સારી બોલિંગ કરી છે. તેણે 20 મેચમાં 28 વિકેટ લીધી છે. બુમરાહનું એક મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 61 રનમાં 3 વિકેટ લેવાનું રહ્યું છે.

સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચ્યુ ભારત

ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ભારતે પ્રથમ મેચમાં તેમને 6 વિકેટે હરાવ્યું હતું. આ પછી તેને દક્ષિણ આફ્રિકા સામે 134 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બે મેચ હાર્યા બાદ સતત જીત નોંધાવી હતી. તેણે સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે ભારતે શરૂઆતમાં 9 મેચ રમી અને તે તમામમાં જીત મેળવી. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રવિવારે અમદાવાદમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારતીય ટીમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

  • Follow us on: