• ભારતે ન્યુઝીલેન્ડને 70 રને હરાવ્યું
  • ભારત ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું
  • રોહિત પર ખોટી રીતે ટોસ ફેંકવાના વાહિયાત આરોપો

ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડકપ 2023ની સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. પરંતુ પાકિસ્તાનના કેટલાક પૂર્વ ખેલાડીઓ ભારતીય ટીમની ફાઇનલમાં પહોંચવાની વાત પચાવી શક્યા નથી. ભારત ફાઇનલમાં પહોંચ્યા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ આકિબ જાવેદ અને સિકંદર બખ્તે ભારતીય કેપ્ટન રોહિત શર્મા પર ખોટી રીતે ટોસ ફેંકવાના વાહિયાત આરોપો લગાવ્યા છે.

રોહિત શર્મા ખોટી રીતે ટોસ ફેંકે છે

સિકંદર બખ્તે કહ્યું કે રોહિત શર્મા ટોસ દરમિયાન જાણી જોઈને સિક્કો ફેંકી દે છે, જેથી બીજી ટીમના કેપ્ટન તેને જોઈ ન શકે અને નિર્ણય રોહિતના પક્ષમાં જાય. જ્યારે આકિબ જાવેદે કહ્યું કે રોહિત શર્મા યોગ્ય રીતે સિક્કો ફેંકતો નથી અને તેણે BCCI પર આરોપ લગાવ્યો કે ભારતીય બોર્ડ ક્રિકેટને નિયંત્રિત કરી રહ્યું છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સિકંદર બખ્તે પાકિસ્તાનની સ્થાનિક ચેનલ પર વાત કરતા કહ્યું, “જ્યારે રોહિત શર્મા ટોસ કરે છે, ત્યારે તે સિક્કો ફેંકી દે છે અને અન્ય કેપ્ટન ક્યારેય તપાસ કરવા નથી જતા કે તેણે સાચો કોલ કર્યો છે કે નહીં. આ રીતે નિર્ણય ભારતની તરફેણમાં જાય છે.

BCCI ક્રિકેટને નિયંત્રિત કરે છે

જ્યારે આકિબ જાવેદે કહ્યું, “રોહિત શર્મા સિક્કો ફેંકે છે અને તેને બરાબર ફેરવતો નથી. જ્યારે વિરોધી કેપ્ટન સિક્કાની બાજુ જોતા નથી ત્યારે ટોસનો શું અર્થ છે? BCCI ક્રિકેટને નિયંત્રિત કરે છે અને ICC તેમની સામે બોલતું નથી. વર્લ્ડકપ 2023 સંપૂર્ણપણે આયોજનબદ્ધ છે અને ભારત જીતશે. 2011ના વર્લ્ડકપમાં ભારતની જીત પણ વિવાદોથી ભરેલી હતી. પીચનો ઉપયોગ બીસીસીઆઈનો અન્ય એક વિવાદાસ્પદ નિર્ણય હતો."

ભારત પ્રથમ ફાઇનલિસ્ટ બન્યું

ઉલ્લેખનીય છે કે ગત બુધવારે (15 નવેમ્બર) ભારતીય ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. હવે ફાઇનલ મેચ 19 નવેમ્બર, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

  • Follow us on: