- ભારતે વર્લ્ડકપ 2023માં 9 માંથી 9 મેચ જીતી
- ભારત 13 વર્લ્ડકપમાં 8 વખત સેમીફાઈનલમાં પહોંચ્યું
- કુલદીપ યાદવનું ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલ મેચને લઈને નિવેદન
ભારતીય ટીમના લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવે ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે કેવી રીતે ભારતીય ક્રિકેટ ટીમ આ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવી શકે છે. કુલદીપ યાદવના મતે શરૂઆતમાં વિકેટ લેવી જરૂરી રહેશે અને ત્યાર બાદ જ ભારતીય ટીમ કિવી ટીમ પર દબાણ બનાવી શકશે.
ભારતીય ટીમે નેધરલેન્ડ સામેની મેચમાં જબરદસ્ત વિજય હાંસલ કર્યો હતો અને પોતાની સતત જીતનો સિલસિલો જાળવી રાખ્યો હતો. ટીમનો આગામી મુકાબલો સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે થશે. ન્યુઝીલેન્ડની ટીમે હંમેશા ભારત સામે કઠિન પડકાર રહી છે.
ન્યુઝીલેન્ડ સામેની સેમિફાઈનલ મેચને લઈને નિવેદન
નેધરલેન્ડ સામેની જીત બાદ કુલદીપ યાદવે ન્યુઝીલેન્ડ સામેની મેચ અંગે પ્રતિક્રિયા આપી હતી.કુલદીપ યાદવ કહ્યું કે, મુબઇના વાનખેડેમાં આ સ્થળ પર બોલિંગ કરવી ખૂબ મુશ્કેલ છે. અહીં બાઉન્સ છે અને ઘણીવાર બેટ્સમેનો અહીં પ્રભુત્વ ધરાવે છે. ODIમાં બોલરો પાસે પુનરાગમન કરવા માટે ઘણો સમય હોય છે. જો કે, જો તમે વિરોધી ટીમ પર દબાણ બનાવવા માંગો છો, તો તમારે શરૂઆતમાં ઝડપથી વિકેટ લેવી પડશે.
ભારતે ન્યુઝીલેન્ડને લીગ મેચમાં હરાવ્યું
ન્યૂઝીલેન્ડે 2019 વર્લ્ડકપ સેમિફાઈનલમાં ભારતને હરાવીને તેમને બહારનો રસ્તો બતાવ્યો હતો. હવે ફરી એકવાર ન્યુઝીલેન્ડ અને ભારતની ટીમો સામસામે ટકરાશે. જો કે આ વખતે ટીમ ઈન્ડિયાએ લીગ સ્ટેજમાં એક વખત ન્યુઝીલેન્ડને હરાવ્યું છે. ધર્મશાળામાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ 2003ના વર્લ્ડ કપ બાદ આઈસીસી ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવી ન શકવાનો સિલસિલો પણ તોડી નાખ્યો હતો. વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. ટીમે 9 માંથી 9 મેચ જીતી છે અને વિરોધી ટીમો પર સતત પ્રભુત્વ જમાવ્યું છે.