- ભારતે વર્લ્ડકપ 2023માં 4 મેચમાંથી 4 જીતી
- 20 ઓકેટોબરે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે
- ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ
ભારતીય ટીમના સ્પિન બોલર કુલદિપ યાદવે વર્લ્ડકપમાં પોતાના જબરદસ્ત પ્રદર્શન અંગે મોટો ખુલાસો કર્યો છે. કુલદિપ યાદવને એક પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે, ભારતીય સ્પિનરો આટલા સફળ કેમ રહ્યા છે. જવાબમાં કુલદિપ યાદવે કહ્યું કે, ભારતના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ શરૂઆતમાં સારી બોલિંગ કરી રહ્યા છે એટલે સ્પિનરો પર દબાણ આવતું નથી અને તેથી તેથી જ સ્પિનરો આટલું સારું પ્રદર્શન કરવામાં સક્ષમ છે.
કુલદીપે જબરદસ્ત પ્રદર્શન પર ખુલાસો કર્યો
કુલદીપ યાદવ છેલ્લા ઘણા સમયથી શાનદાર બોલિંગ કરી રહ્યો છે અને મધ્ય ઓવરોમાં બેટ્સમેનો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. કુલદિપ યાદવ સિવાય રવિન્દ્ર જાડેજા પણ જબરદસ્ત બોલિંગ કરી છે. જાડેજાએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેની મેચમાં ઘણી સારી બોલિંગ કરી હતી.
ભારતે બાંગ્લાદેશને હરાવ્યું
વર્લ્ડ કપ 2023ની 17મી મેચમાં ભારતે પુણેમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું અને ચાર મેચમાં સતત ચોથી જીત નોંધાવી હતી. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 256/8 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમે 41.3 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.
કુલદીપે જાડેજાની બોલિંગ વિશે વાત કરી
કુલદીપ યાદવે કહ્યું હતું કે જાડેજા માત્ર રન જ રોકતો નથી પરંતુ ટીમને વિકેટ પણ અપાવી રહ્યો છે અને તે અમને સારી શરૂઆત કરાવે છે. તેણે બાંગ્લાદેશ સામે શાનદાર બોલિંગ કરી હતી. વર્લ્ડકપ 2023 દરમિયાન રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધી 4 મેચમાં 7 વિકેટ ઝડપી છે. રવિન્દ્ર જાડેજા વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે ટ્રમ્પ કાર્ડ છે. રવિન્દ્ર જાડેજા બોલિંગ સાથે ફિલ્ડિંગમાં કમાલ કરી રહ્યો છે.
ભારતીય ટીમનું વિજય અભિયાન ચાલુ
વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમનું વિજય અભિયાન ચાલુ છે. અત્યાર સુધી ભારત ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશને હરાવ્યું છે. ભારત હવે પોતાની આગામી મેચ 22 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામે રમશે. આ મેચ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.