• 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની થશે શરૂઆત
  • વર્લ્ડકપ પહેલાં વોર્મઅપ મેચ રમવામા ંઆવશે
  • પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડની વોર્મઅપ મેચમાં નહીં જોવા મળે દર્શકો

વર્લ્ડકપ પહેલાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થનારી વોર્મઅપ મેચને લઈ મહત્વની માહિતી સામે આવી છે. 29 ઓક્ટોબરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી વોર્મઅપ મેચ દર્શકો વિના રમવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 28 ઓક્ટોબરે 2 મોટા તહેવારના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જે દર્શકોએ મેચ માટે ટિકિટ બુક કરી છે, તેને રૂપિયા પરત આપવામાં આવશે. મળતી માહિતી મુજબ, BCCIના અધિકારીએ કહ્યું કે, વોર્મઅપ મેચ દર્શકો વિના રમવામાં આવશે અને જેણે ટિકિટ બુક કરી છે, તેને રૂપિયા પરત આપવામાં આવશે.

પોલીસે મેચની તારીખ બદલવા કરી હતી માગ

પોલીસે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન પાસે મેચને આગળ વધારવાની માગ કરી હતી. કારણ કે, 28 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન અને મિલાદ-ઉન-નબી તહેવારના કારણે સિક્યુરિટીની વ્યવસ્થા થઈ શકે એમ નથી. શિડ્યૂલમાં પહેલાં જ ફેરફાર કરવામાં આવ્યો છે. જેને લઈ મેચને આગળ વધારવાની માગ પૂર્ણ થઈ શકે તેમ નથી. જેથી મેચ દર્શકો વિના રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સિક્યુરિટી એજન્સીએ પણ હાથ કર્યા હતા ઉંચા

આ પહેલાં હૈદરાબાદની સિક્યુરિટી એજન્સીએ સળંગ 2 મેચને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 9 અને 10 ઓક્ટોબરે વર્લ્ડકપની 2 મેચ રમવામાં આવશે. એક મેચ માટે અંદાજે 3 હજાર પોલીસ કર્મચારીની જરૂર રહેશે. આ ઉપરાંત જે હોટલમાં પાકિસ્તાની ટીમ રહેશે. ત્યાં પણ મોટી સંખ્યામાં પોલીસ તૈનાતી રાખવી પડશે.

5 ઓક્ટોબરથી વર્લ્ડકપની થશે શરૂઆત

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ગત વિજેતા ઈંગ્લેન્ડ અને ગત સિઝનની રનરઅપ ન્યૂઝીલેન્ડ ટીમ વચ્ચે રમવામાં આવશે. સાથે ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. આ ઉપરાંત આ મેગા ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે.

  • Follow us on: