• WPL 2024ની દિલ્હી અને બેંગ્લોર વચ્ચે ફાઈનલ
  • નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ
  • વર્તમાન સિઝનમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની ફાઈનલમાં 17 માર્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં ટકરાશે. દિલ્હી કેપિટલ્સ આઠ મેચમાંથી છ જીત સાથે લીગ તબક્કામાં ટોચ પર છે અને સતત બીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને એલિમિનેટર મેચમાં હરાવીને પ્રથમ વખત WPL ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

હેડ ટૂ હેડ રેકોર્ડ

મેગ લેનિંગની આગેવાની હેઠળની દિલ્હીએ સ્મૃતિ મંધાનાની RCB સામે છેલ્લી ચાર મેચમાં ચાર જીત નોંધાવી છે. આ લીગમાં, 10 માર્ચે દિલ્હી સામેની મેચમાં 181 રનનો પીછો કરતી વખતે, બેંગ્લોર માત્ર એક રનથી ચૂકી ગયું હતું, પરંતુ તે પછી છેલ્લી બે મેચમાં મુંબઈ સામે સતત બે જીત નોંધાવી હતી અને જોરદાર વાપસી કરી હતી. આવી સ્થિતિમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પિચ રિપોર્ટ પર એક નજર કરીએ.

અરુણ જેટલી સ્ટેડિયમ પિચ રિપોર્ટ

નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પિચ બેટ્સમેન અને બોલરો બંને માટે સંતુલિત છે. આ મેદાન પર તાજેતરની રમતોમાં બોલરોનો દબદબો રહ્યો છે અને પ્રથમ બેટિંગ કરનારી ટીમો મોટો સ્કોર બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. જૂની પિચો પર બીજી ઇનિંગમાં વિકેટ ધીમી રહી છે અને આવી સ્થિતિમાં બંને ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરશે.

અરુણ જેટલી સ્ટેડિયમના આંકડા

  • કુલ T20 મેચઃ 13
  • પ્રથમ બેટિંગ કરતી વખતે જીતેલી મેચો: 4
  • પ્રથમ બોલિંગ કરીને જીતેલી મેચો: 9
  • પ્રથમ દાવનો સરેરાશ સ્કોર: 139
  • બીજી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર: 136

બંને ટીમોમાંથી સંભવિત-11

DC: મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, એલિસ કેપ્સી, જેમિમાહ રોડ્રિગ્ઝ, મારિઝાન કેપ, જેસ જોનાસેન, રાધા યાદવ, અરુંધતિ રેડ્ડી, તાનિયા ભાટિયા (વિકેટકીપર), શિખા પાંડે, મિનુ મણિ.

RCB: સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડેવાઇન, એસ મેઘના/દિશા કેસેટ, એલિસ પેરી, રિચા ઘોષ (વિકેટકીપર), સોફી મોલિનેક્સ, જ્યોર્જિયા વેરહેમ, શ્રેયંકા પાટિલ, આશા શોભના, શ્રદ્ધા પોખરકર, રેણુકા ઠાકુર.

  • Follow us on: