- શબનિમ ઈસ્માઈલે 132.1 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો
- મહિલા ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી બોલ
- 130 કિમી પ્રતિ કલાકની સ્પીડ પાર કરનાર પ્રથમ મહિલા બોલર
WPL 2024ની 12મી મેચમાં દક્ષિણ આફ્રિકાની પૂર્વ ક્રિકેટર શબનીમ ઈસ્માઈલે એક જ બોલથી મહિલા ક્રિકેટમાં હલચલ મચાવી દીધી હતી. વાસ્તવમાં, ગઈકાલે રાત્રે વિમેન્સ પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ભલે મેચ હારી ગઈ હોય પરંતુ ટીમની ફાસ્ટ બોલર શબનીમ ઈસ્માઈલે તેના એક ઝડપી બોલથી નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ મેચમાં શબનિમ ઈસ્માઈલે 132.1 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો, જે મહિલા ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી બોલ છે.
શબનિમ ઈસ્માઈલે સૌથી ઝડપી બોલ ફેંક્યો
સાઉથ આફ્રિકાની પૂર્વ ફાસ્ટ બોલર 35 વર્ષીય શબનિમ ઈસ્માઈલે મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. શબનિમ ઈસ્માઈલ ઈસ્માઈલે મેચમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગ સામે 132.1 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. હવે શબનિમ ઈસ્માઈલ મહિલા ક્રિકેટના ઈતિહાસમાં 130 કિમી પ્રતિ કલાકની સ્પીડ પાર કરનાર પ્રથમ મહિલા બોલર બની ગઈ છે. શબનિમ ઈસ્માઈલનો આ બોલ મેગ લેનિંગને સમજાયો નહીં અને બોલ લેનિંગના પેડ સાથે અથડાઈ ગયો હતો.
શબનિમ ઈસ્માઈલની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ
તમને જણાવી દઈએ કે, શબનીમ ઈસ્માઈલ સાઉથ આફ્રિકા માટે ઘણું ક્રિકેટ રમી છે. જોકે હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહી નથી શબનિમ ઈસ્માઈલ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકી છે. તેણે સાઉથ આફ્રિકા માટે 127 ODI અને 113 T20 મેચ રમી છે. શબનિમ ઈસ્માઈલે 127 ODI મેચમાં 191 વિકેટ લીધી હતી. આ સિવાય 113 T20 મેચમાં 123 વિકેટ લીધી હતી.