IPL બાદ હવે વુમન્સ પ્રીમિયર લીગની આગામી સિઝન માટે પણ રિટેન્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે વિમેન્સ પ્રીમિયર લીગમાં મિની હરાજી થશે, તેથી તમામ ટીમોએ ઓછામાં ઓછા કેટલાક ખેલાડીઓને જાળવી રાખ્યા છે. ગત સિઝનની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કુલ 7 ખેલાડીઓને બહાર કર્યા છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી ટીમોએ પોતાનું કોર ગ્રુપ રિટેન છે. તમને જણાવી દઈએ કે, WPLમાં દરેક ટીમમાં 6 વિદેશી ખેલાડીઓ સહિત 18 ખેલાડીઓ હોઈ શકે છે. તે જ સમયે, તમામ ટીમોના પર્સમાં 15 કરોડ રૂપિયા છે.


WPL 2025 રીટેન્શન લિસ્ટ જાહેર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

રિટેન: સ્મૃતિ મંધાના (કેપ્ટન), સબીનેની મેઘના, રિચા ઘોષ, એલિસ પેરી, જ્યોર્જિયા વેરહેમ, શ્રેયંકા પાટીલ, આશા શોભના, સોફી ડિવાઇન, રેણુકા સિંઘ, સોફી મોલિનેક્સ, એકતા બિષ્ટ, કેટ ક્રોસ, કનિકા આહુજા, ડેની વ્યાટ).

રિલીઝ: દિશા કેસટ, ઈન્દ્રાણી રોય, નદીન ડી ક્લાર્ક, શુભા સતીશ, શ્રદ્ધા પોકરકર, સિમરન બહાદુર, હીથર નાઈટ.

યુપી વોરિયર્સ

રિટેન: એલિસા હીલી (કેપ્ટન), તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, દીપ્તિ શર્મા (વાઈસ-કેપ્ટન), શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, ચમારી અટાપટ્ટુ, કિરણ નવગીરે, રાજેશ્વરી ગાયકવાડ, અંજલિ સરવાણી, ઉમા છેત્રી, પૂનમ ખેમનાર, સાકર સુલતાના, વૃંદા દિનેશ

રિલીઝ: લક્ષ્મી યાદવ, પાર્શ્વી ચોપરા, લોરેન બેલ, એસ યશશ્રી.


મુંબઈ ઈન્ડિયન્સ

રિટેન: હરમનપ્રીત કૌર (કેપ્ટન), પૂજા વસ્ત્રાકર, યાસ્તિકા ભાટિયા, નેટ સિવર-બ્રન્ટ, હેલી મેથ્યુઝ, એમેલિયા કેર, ક્લો ટ્રાયઓન, અમનજોત કૌર, સાયકા ઈશાક, જીંતીમાની કલિતા, સજીવન સજના, કીર્તન બાલક્રિષ્ણન, શબનીમ ઇસ્માઈલ.

રિલીઝ: પ્રિયંકા બાલા, હુમૈરા કાઝી, ફાતિમા જાફર, ઇસી વોંગ.

દિલ્હી કેપિટલ્સ

રિટેન: શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, તાનિયા ભાટિયા, રાધા યાદવ, અરુંધતિ રેડ્ડી, શિખા પાંડે, સ્નેહા દીપ્તિ, મિનુ મણિ, તિતાસ સાધુ, મેગ લેનિંગ, એલિસ કેપ્સી, મેરિઝાન કાપ, જેસ જોનાસેન, એનાબેલ સધરલેન્ડ.

રિલીઝ: લૌરા હેરિસ, અશ્વિની કુમારી, પૂનમ યાદવ, અપર્ણા મંડલ.


ગુજરાત જાયન્ટ્સ

રિટેન: હરલીન દેઓલ, દયાલન હેમલતા, તનુજા કંવર, શબનમ શકીલ, મન્નત કશ્યપ, વેદા કૃષ્ણમૂર્તિ, તરન્નુમ પઠાણ, સયાલી સથગરે, મેઘના સિંહ, ત્રિશા પૂજાતા, પ્રિયા મિશ્રા, બેથ મૂની, એશ્લે ગાર્ડનર, લૌરા વોલ્વાર્ડ્ટ, ફોબી લિચફિલ્ડ

રિલીઝ: સ્નેહ રાણા, કેથરીન બ્રાઇસ, ત્રિશા પૂજાતા, વેદા કૃષ્ણમૂર્તિ, તરન્નુમ પઠાણ, લી તાહુહુ.

  • Follow us on: