2025માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયા, ભારત અને શ્રીલંકા વચ્ચે જંગ ચાલુ છે. શ્રીલંકાએ તાજેતરમાં જ ઘરઆંગણે રમાયેલી 2 મેચની ટેસ્ટ સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવ્યું હતું. હવે શ્રીલંકાની ક્રિકેટ ટીમ નવેમ્બરના અંતમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે, જ્યાં 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. આ સિરીઝ જીતવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનો દાવો મજબૂત કરવા માટે શ્રીલંકન ક્રિકેટ ટીમે એક મોટું પગલું ભર્યું છે.


શ્રીલંકામાં દિગ્ગજની થઈ એન્ટ્રી

શ્રીલંકા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામેની 2 ટેસ્ટ મેચની સિરીઝ માટે તેના કોચિંગ યુનિટમાં ભૂતપૂર્વ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી નીલ મેકેન્ઝીનો સમાવેશ કર્યો છે. મેકેન્ઝી આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકન ક્રિકેટ ટીમ માટે સલાહકાર કોચ તરીકે કામ કરશે.

આ માહિતી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા આપવામાં આવી છે, જેમાં સીઈઓ એશ્લે ડી સિલ્વાએ કહ્યું કે મેકેન્ઝી આફ્રિકાની સ્થિતિથી સારી રીતે વાકેફ છે. આવી સ્થિતિમાં ખેલાડીઓ ઉપરાંત ટીમને પણ તેનો ફાયદો થશે. મેકેન્ઝીએ આફ્રિકા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 58 ટેસ્ટ મેચોમાં 37.39ની એવરેજથી 3523 રન બનાવ્યા છે.


WTC ફાઈનલની જંગ ખૂબ જ રોમાંચક બની

થોડા મહિના પહેલા એવું લાગતું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા આગામી ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે સૌથી મોટા દાવેદાર હતા. પરંતુ ન્યૂઝીલેન્ડે ભારતને 3 ટેસ્ટ મેચની સિરીઝમાં ક્લીન સ્વીપ કરીને આ જંગને ખૂબ જ રોમાંચક બનાવી દીધી છે. હાલમાં, WTC ફાઇનલમાં, ઓસ્ટ્રેલિયા 62.50 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ભારત 58.33 PCT પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ યાદીમાં શ્રીલંકા 55.56 અને ન્યુઝીલેન્ડ 54.55 PCT પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે.


શ્રીલંકા પણ હવે WTC ફાઈનલની લડાઈમાં દાવેદાર બની ગયું છે. આવી સ્થિતિમાં શ્રીલંકા દક્ષિણ આફ્રિકા પ્રવાસને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ 27 નવેમ્બરથી રમાશે જ્યારે બીજી મેચ 5 ડિસેમ્બરથી રમાશે.


  • Follow us on: