• મુંબઇ તરફથી રમતા મુશીર ખાન 128 રન બનાવીને અણનમ રહ્યો હતો
  • મુશીરે ઘરેલુ ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી
  • પ્રથમ બેટિંગ કરવા આવેલી મુંબઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી

રણજી ટ્રોફી 2023-24ની ક્વાર્ટર ફાઈનલ મેચો શુક્રવાર, 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે, જેમાંથી એક મેચમાં મુંબઈનો સામનો બરોડા સામે થઈ રહ્યો છે. પ્રથમ દિવસે સ્ટમ્પ પર મુંબઈએ પાંચ વિકેટે 285 રન બનાવ્યા હતા. મુશીર ખાન 128 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે, હાર્દિક તામોર 30 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. મુશીરે ઘરેલુ ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી.

મુંબઇની શરૂઆત ખરાબ રહી

પ્રથમ બેટિંગ કરવા આવેલી મુંબઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. એક સમયે ટીમ 99/4 પર મુશ્કેલીમાં હતી અને પછી મુશીર ખાને પહેલા સૂર્યાંશ હેગડે અને પછી હાર્દિક તામોર સાથે ભાગીદારી કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. પૃથ્વી શૉ 33 રન બનાવીને આઉટ થયા બાદ મુશીર ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. આ પછી બરોડાના ભાર્ગવ ભટ્ટે ભૂપેન લાલવાણી અને કેપ્ટન અજિંક્ય રહાણેની વિકેટ લઈને મુંબઈના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો.

મુશીર ખાને તેની પ્રથમ ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી

બીજા છેડે વિકેટો પડતી હોવાથી, મુશીરે આક્રમક ક્રિકેટ રમી, મહત્વપૂર્ણ ભાગીદારી બનાવી. તેને હાર્દિક તામોરનો સારો સાથ મળ્યો. ભારતના U19 વર્લ્ડ કપના હીરો મુનશીરે સદી ફટકારી હતી. અત્યાર સુધી તેણે પોતાની શાનદાર ઇનિંગ્સમાં આઠ ચોગ્ગા ફટકાર્યા છે. મુશીરની આ પ્રથમ સ્થાનિક સદી છે. મુંબઈએ મુનશીરની ઈનિંગના બળ પર બરોડા સામે વાપસી કરી હતી.

અન્ય મેચોના હાલ

અન્ય મેચોની વાત કરીયે તો જ્યારે વિદર્ભને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે અથર્વ તાયડેની શાનદાર સદીની મદદથી કર્ણાટકને પરાજય આપ્યો હતો. યશ રાઠોડે પણ 93 રન બનાવ્યા જેના કારણે વિશાળ સ્કોર તરફ આગળ વધવામાં મદદ મળી. આંધ્ર સામે મધ્યપ્રદેશ મુશ્કેલીમાં છે. તેઓ 250થી ઓછા રનમાં આઉટ થવાના જોખમમાં છે, જ્યારે તમિલનાડુએ પ્રથમ દાવમાં માત્ર 183 રનમાં સૌરાષ્ટ્રને આઉટ કર્યા બાદ પ્રારંભિક વિકેટ ગુમાવી દીધી છે.

  • Follow us on: