- WPLની પ્રથમ મેચ મુંબઇ અને દિલ્હી વચ્ચે રમાશે
- ચેન્નાઇના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે મેચ
- હરમનપ્રીત સિંહ કૌરે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો
વુમન્સ પ્રીમિયર લીગ 2024 આજથી (23 ફેબ્રુઆરી) શરૂ થશે. બીજી સિઝનની પ્રથમ મેચ હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ અને મેગ લેનિંગની દિલ્હી કેપિટલ્સ વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યાથી રમાશે. આ સિઝનનો પ્રથમ ટોસ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ બંને ટીમો વચ્ચે WPLની પ્રથમ સિઝનની ફાઈનલ પણ રમાઈ હતી. હવે ફરી એકવાર આ બંને શક્તિશાળી ટીમો સામસામે થશે.
ગયા વર્ષે WPLની પ્રથમ ટુર્નામેન્ટ મુંબઈમાં રમાઈ હતી પરંતુ આ વખતે તેનું આયોજન બેંગલુરુ અને નવી દિલ્હીમાં કરવામાં આવશે. મેચની શરૂઆત પહેલા શાહરૂખ ખાન, શાહિદ કપૂર, વરુણ ધવન અને જેકીએ ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કર્યું હતું.













