• ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ દિવસોમાં ચર્ચામાં છે
  • હાર્દિક સપોર્ટ સ્ટાફ પર ગુસ્સે થતો જોવા મળ્યો છે
  • હાર્દિક તેને પીરસવામાં આવતા ભોજનને લઈને નારાજ છે

ભારતીય ટીમનો ઓલરાઉન્ડર અને IPL ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આ દિવસોમાં ચર્ચામાં છે. છેલ્લા એક મહિનાથી તેની ટ્રેનિંગનો વીડિયો સતત સામે આવી રહ્યો હતો. ODI વર્લ્ડકપ 2023 બાદ ક્રિકેટથી દૂર રહેલા પંડ્યાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. તેનો આ વીડિયો શૂટિંગ દરમિયાન લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં હાર્દિક સપોર્ટ સ્ટાફ પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે. હાર્દિક તેને પીરસવામાં આવતા ભોજનને લઈને નારાજ છે.

આ શું છે જલેબી, ઢોકળા…?

ઘણા લોકો આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ અને એક્સ પર શેર કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવું હાર્દિક પંડ્યાના કોઇ શૂટિંગ દરમિયાન થયું હતું. જેમાં હાર્દિક શૂટ પહેલા આપવામાં આવતા ભોજનને લઈને ગુસ્સે છે. તે કહે, 'આ શું જલેબી અને ઢોકળા છે?' મારે ફિટનેસ કરવી છે. શું લાવ્યા છો? મારો કુક અને ન્યુટ્રિશનિસ્ટ ક્યાં છે?’ આમાં સ્ટાફ મેમ્બર કહે છે, ‘સર, પ્લીઝ એડજસ્ટ કરો’, તો હાર્દિક કહે છે, ‘મારે શું એડજસ્ટ કરવાનું, આનાથી મારો સ્ટેમિના બગડી જશે. ડિરેક્ટર ક્યાં છે, તેમને બોલાવો.


ક્યારનો છે આ વીડિયો?

આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ સોશિયલ મીડિયા પર તેની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. આના પર લોકો ફની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કેટલાક લોકો ફિટનેસ ફ્રીક હોવા અને ચીટ મીલ ન લેવા બદલ હાર્દિકની પ્રશંસા કરી રહ્યા છે. તો કેટલાક તેના ગુસ્સા અને વલણ પર સવાલ ઉઠાવી રહ્યા છે. વપરાશકર્તાઓ કેવા પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે તે જાતે જ જુઓ.

IPLમાં વાપસી કરશે હાર્દિક!

હાર્દિક પંડ્યા હવે IPL 2024માં વાપસી કરતો જોવા મળશે. હાર્દિકને એ ટીમનો કેપ્ટન બન્યો છે જેની સાથે તેણે તેની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી. હાર્દિક પંડ્યા અગાઉ છેલ્લી બે સિઝનમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. IPL 2022માં તેમની કેપ્ટનશીપમાં ટીમ ચેમ્પિયન બની હતી. ત્યારબાદ 2023માં તેણે ટીમને સતત ફાઇનલમાં પહોંચાડી હતી. હવે તે ત્રીજી વખત કપ્તાની કરશે પરંતુ આ વખતે તે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરશે. ચાહકો માટે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે હાર્દિક, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ અને રોહિત શર્મા જેવા વરિષ્ઠોની સાથે એક લીડર તરીકે આવવાનો છે.

  • Follow us on: