• યુવરાજના પિતા યોગરાજ સિંહે ધોની પર લગાવ્યા ગંભીર આરોપ
  • આ દરમિયાન યુવરાજ સિંહનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે
  • જેમાં તે તેના પિતાના બગડતા માનસિક સ્થિતિ વિશે જણાવે છે

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ તાજેતરમાં જ એમએસ ધોની પર આકરા પ્રહારો કરીને ફરી એકવાર હેડલાઇન્સમાં આવ્યા છે. તેણે કહ્યું કે ધોનીએ અરીસામાં પોતાનો ચહેરો જોવો જોઈએ અને તેણે જે કર્યું છે તેના માટે તે ધોનીને ક્યારેય માફ નહીં કરે. આ સિવાય તેણે 1983ના વર્લ્ડકપમાં ભારતીય કેપ્ટન કપિલ દેવ પર પણ નિશાન સાધ્યું હતું. આ દરમિયાન યુવરાજ સિંહનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે તેના પિતાના બગડતા માનસિક સ્વાસ્થ્ય વિશે કબૂલ કરતો જોવા મળી રહ્યો છે.

યુવરાજ સિંહે પિતા અંગે આપ્યું નિવેદન

થોડા સમય પહેલા એક પોડકાસ્ટ પર, યુવરાજ સિંહને તેના પિતા સાથેના સંબંધો વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં યુવરાજે કહ્યું કે, "મને લાગે છે કે મારા પિતાની માનસિક સ્થિતિ સારી નથી. તેઓ આ વાત સ્વીકારવા તૈયાર નથી. હું માનું છું કે તેમણે આ વિષય પર ધ્યાન આપવું જોઈએ, પરંતુ તેઓ આ વાત સ્વીકારવા માંગતા નથી."

MS ધોની પર યોગરાજે શું કહ્યું?

યોગરાજ સિંહે એક મીડિયા ઈન્ટરવ્યુમાં એમએસ ધોની પર ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું, "હું ધોનીને ક્યારેય માફ નહીં કરીશ અને તેણે અરીસામાં પોતાનો ચહેરો જોવો જોઈએ. હું સંમત છું કે તે એક મહાન ક્રિકેટર છે, પરંતુ તેણે મારા પુત્ર સાથે શું કર્યું?" અને જે બહાર આવી રહ્યું છે તે એ છે કે એમએસ ધોનીએ મારા પુત્રનું જીવન બરબાદ કરી દીધું છે, જેની કારકિર્દી હજુ 4-5 વર્ષ સુધી ટકી શકી હોત."

ધોની-યુવરાજની જોડી

યુવરાજ સિંહ અને એમએસ ધોની બંને હવે નિવૃત્ત થઈ ગયા છે પરંતુ એક સમયે તેમની જોડી વિરોધી ટીમો સામે સિક્સર ફટકારતી હતી. ધોનીની કપ્તાનીમાં જ્યારે ભારત 2007માં T20 વર્લ્ડકપ અને 2011માં ODI ક્રિકેટનું વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું, બંને અવસરો પર યુવરાજ સિંહે ટીમની ઐતિહાસિક જીતમાં મોટો ફાળો આપ્યો હતો.

  • Follow us on: