- બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સીરિઝ
- આ મેચમાં ઝિમ્બાબ્વેના ફિલ્ડરો સરળ રન આઉટ ચૂકી ગયા
- આ નબળી ફિલ્ડિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
T20 વર્લ્ડકપ 2024ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશની ટીમ ઝિમ્બાબ્વે સામે ઘરઆંગણે 5 મેચોની T20 સીરીઝ રમી રહી છે. યજમાન ટીમે આ સિરીઝની પ્રથમ ત્રણ મેચ જીતીને અજેય સરસાઈ મેળવી લીધી છે, જ્યારે ઢાકાના મેદાન પર રમાઈ રહેલી ચોથી T20 મેચ દરમિયાન મેદાન પર એક એવું દ્રશ્ય જોવા મળ્યું જે કદાચ ગલી ક્રિકેટમાં પણ જોવા ન મળે . આ મેચમાં બાંગ્લાદેશની ટીમે પ્રથમ બેટિંગ કરીને 19.5 ઓવરમાં 143 રન બનાવ્યા હતા, જ્યારે તેમની ઇનિંગ દરમિયાન ઝિમ્બાબ્વે ટીમ તરફથી આવી નબળી ફિલ્ડિંગ જોવા મળી હતી જેની કોઈને અપેક્ષા નહોતી.
ઝિમ્બાબ્વેના ફિલ્ડરો સરળ રન આઉટ ચૂકી ગયા
આ મેચ દરમિયાન , જ્યારે બાંગ્લાદેશની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે તેના એક ખેલાડીએ બોલને હળવા હાથથી રમીને સિંગલ લેવાનો પ્રયાસ કર્યો હતો, જેના પછી ફિલ્ડરે થ્રો ફટકાર્યો હતો, પરંતું મિસ થ્રોના કારણે બેટ્સમેન બીજો રન લેવાનો પ્રયાસ કરે છે. આ ઓવર થ્રો પર રન રોકવાના પ્રયાસમાં ઝિમ્બાબ્વે ટીમના ફિલ્ડરે બોલ સીધો જ નોન-સ્ટ્રાઈક એન્ડ પર ફેંક્યો જ્યાં ત્યાં ઉભેલા ફિલ્ડરે બોલને સ્ટમ્પની નજીક રોક્યો પરંતુ તે ત્યાંથી પણ સરળ રન આઉટ ચૂકી ગયો હતો. હવે ઝિમ્બાબ્વે ટીમની ફિલ્ડિંગનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બાંગ્લાદેશે આ મેચ 5 રને જીતી લીધી
આ મેચની વાત કરીએ તો બાંગ્લાદેશની ટીમ પ્રથમ રમતમાં 143 રનના સ્કોર સુધી મર્યાદિત રહી હતી, જ્યારે લક્ષ્યનો પીછો કરતી વખતે ઝિમ્બાબ્વેની ટીમ 19.4 ઓવરમાં 138 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને 4 જ્યારે બોલિંગમાં મુસ્તફિઝુર રહેમાને 3 વિકેટ ઝડપી હતી. હવે બંને ટીમો વચ્ચે આ સિરીઝની છેલ્લી મેચ 12 મેના રોજ ઢાકાના મેદાન પર જ રમાશે.