• કાર એર ફ્રેશનરની મદદથી તમે વરસાદી સ્મેલથી રાહત મેળવશો
  • રબર ફ્લોર મેટનો ચોમાસામાં કરી શકશો ઉપયોગ
  • ગાડીને કીચડથી બચાવવામાં મડ ફ્લેપ બનશે ઉપયોગી

જૂન મહિનો ચાલી રહ્યો છે અને ગરમી ઓછી થઈ રહી નથી. દિવસભર સતત ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ સાથે જ ચોમાસુ પણ દસ્તક દઈ ચૂક્યું છે. એકતરફ વરસાદથી થોડી રાહત મળે છે તો સાથે જ સડકો પર પાણી ભરાઈ જવાના કારણે કાર ચલાવવાનું મુશ્કેલ બને છે. જો તમે ચોમાસામાં કારનો યૂઝ કરો છો તો તમારી પાસે 5 ખાસ વસ્તુઓ તમારી કારમાં હોવી જરૂરી છે. જેનાથી તમે સરળતાથી તમારી મુશ્કેલીમાંથી રસ્તો મેળવી શકશો.

ડૅશ કેમ

ઓટો એક્સપર્ટનું કહેવું છે કે દરેક કારમાં ડેશકેમ હોવું ખૂબ જ જરૂરી છે. ડૅશકેમની મદદથી તમે ડ્રાઇવિંગ કરતી વખતે કારની અંદર અને બહારનો નજારો રેકોર્ડ કરી શકો છો. આ ઉપકરણની મદદથી તમે પુરાવા તરીકે વીડિયો રેકોર્ડ પણ કરી શકે છે. આ સુરક્ષા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ભારતમાં આ ઉપકરણનો ઉપયોગ ધીમે ધીમે વધી રહ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી કેટલાક વર્ષોમાં દરેક કારમાં આ મૂળભૂત સુવિધા તરીકે ઉપલબ્ધ થશે.

કાર એર ફ્રેશનર

ચોમાસામાં વરસાદને કારણે કારની અંદરથી દુર્ગંધ આવવા લાગે છે અને કેટલીકવાર આપણે સહન કરી શકતા નથી અને કારમાં બેસવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં કારમાં હંમેશા સારી ગુણવત્તાનું એર ફ્રેશનર રાખો. તમે સિલિકા જેલ-આધારિત ફ્રેશનર્સનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે તે લાંબું આયુષ્ય ધરાવે છે.

એરો ટ્વીન વાયપર

વરસાદની મોસમમાં સારી દૃશ્યતા માટે વાયપર્સ આવશ્યક છે, પરંતુ તેઓ અવાજ કરવાનું શરૂ ન કરે ત્યાં સુધી લોકો ઘણીવાર તેમની અવગણના કરે છે. સારા પરિણામ માટે તમે એરો ટ્વીન પ્રીમિયમ ફ્લેટ-બ્લેડ વાયપરનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.

રબર ફ્લોર મેટ

વરસાદની ઋતુમાં કારમાં રબરની ફ્લોર મેટ રાખો. કારણ કે ચોમાસામાં વાહન મોટાભાગે ગંદુ રહે છે. જો કારમાં રબરની ફ્લોર મેટ હોય તો કારને સરળતાથી સાફ કરી શકાય છે. ખાસ વાત એ છે કે આ રબર મેટ્સ મોટાભાગની કારમાં આપવામાં આવેલા સ્ટાન્ડર્ડ કાર્પેટ ફ્લોરિંગને ભેજને કારણે ફૂગથી પણ સુરક્ષિત કરે છે. આ ઓલ-વેધર મેટ્સ વિવિધ આકારો, કદ અને સામગ્રીમાં ઉપલબ્ધ છે. તમે તમારી સુવિધા અનુસાર તેની ખરીદી કરી શકો છો.

મડ ફ્લેપ

એક નાનો પણ ખૂબ જ ઉપયોગી ભાગ છે મડ ફ્લેપ. આ તમારા વાહનને ચોમાસા દરમિયાન ઘણી હદ સુધી સુરક્ષિત રાખે છે. કોઈપણ રીતે તે બધી કારમાં ઇન્સ્ટોલ કરવું જોઈએ. આ પ્લાસ્ટિક/રબરના બનેલા છે. આ વાહનને ગંદકી અને કાદવથી બચાવે છે. આ કારની બોડીને સુરક્ષિત રાખે છે. 

  • Follow us on: