- વરસાદની સીઝનમાં કારની ખાસ પ્રકારની કેર જરૂરી
- બેદરકારીના કારણે કારના અનેક ભાગને થાય છે નુકસાન
- પાણી જમા થવાથી કારના અનેક પાર્ટ્સને લાગે છે કાટ
અનેકવાર લોકો સમયના અભાવે પોતાના વ્હીકલની સાથે બેદરકારી દાખવી લેતા હોય છે. જેને કારણે ગાડીની ઉંમર ઓછી થવા લાગે છે. વરસાદના સમયમાં કારને ખાસ દેખરેખની જરૂર રહે છે અને સાથે તમે તેને ખરાબ થવાથી બચાવી શકો છો. વરસાદની સીઝનમાં કારને કાટ ખાવાથી કેવી રીતે અટકાવી શકાય છે તે જાણી લેવું ખાસ જરૂરી છે. નાની વાતોનું ધ્યાન રાખી લેવાથી તમે તમારા વ્હીકલનો આવરદા વધારી શકો છો. તો જાણો ખાસ ટિપ્સ.
કાર સાફ રાખો
વરસાદના સમયે કારનો ઉપયોગ કરવાના કારણે તે જલ્દી ગંદી થઈ જાય છે. સડકની માટી કારના અનેક ભાગ કારના અનેક ભાગ પર ચોંટી જાય છે અને ત્યાં કાટ લાગવા લાગે છે. આ માટે કોશિશ કરો કે કારનો ઉપયોગ ન કરો અથવા તો તેને રોજ સાફ કરો. ખાસ કરીને વરસાદના સમયે તેની ખાસ કેર કરો.
પાણીથી બચાવો
કેટલાક લોકો વરસાદમાં પણ કારને સાફ કરવા પાણીનો ઉપયોગ કરે છે પરંતુ સારી જો તે સારી રીતે સાફ ન થાય તો કેટલીક જગ્યાઓએ પાણી જમા રહે છે. આ પછી કારના એ ભાગ પર કાટ લાગવાનો ખતરો વધે છે. આ માટે કારને ધોતી સમયે સારી રીતે પાણીથી સાફ કરો.
સ્પ્રેનો કરો ઉપયોગ
કારને સાફ કરવા માટે પાણીની જરૂર હોય તો કોશિશ કરો કે સ્પ્રે કે જેટ સ્પ્રેથી કારને સાપ કરો. આવું કરવાથી પાણીનો ઉપયોગ ઓછો થશે અને સાથે કારને સ્પ્રે કર્યા બાદ કપડાંથી સાફ કરો. તેનાથી તે સરળતાથી સારી રીતે સાફ થશે અને કાટ લાગવાનો ખતરો પણ ઘટી જશે.
સ્ક્રેચનું રાખો ધ્યાન
કાર ચલાવતી સમયે કેટલીક વાર અજાણતા તેને સ્ક્રેચ લાગે તે સ્વાભાવિક છે. આ પછી લોકો તેને ઠીક કરાવવાનું ટાળે છે. વરસાદની સીઝનમાં આ સ્ક્રેચના કારણે કાટ લાગવાનો ખતરો પણ વધે છે. સ્ક્રેચના કારણે એ ભાગ પર ભેજ રહે છે અને પછી ત્યાં ધીરે ધીરે કાટ લાગવા લાગે છે. તેનાથી બચવા માટે ટચ અપ કે પેંટનો ઉપયોગ કરવાનું સારું માનવામાં આવે છે.
રબર પેંટ કરાવો
ઉપરથી કારને કાટથી બચાવવાનું જેટલું જરૂરી છે એટલે જરૂરી છે કે કારને નીચેથી પણ કાટથી બચાવવાનું જરૂરી રહે છે. બજારમાં અનેક કંપનીઓની તરફથી એન્ટી રસ્ટ કોટિંગ કરી આપવામાં આવે છે. આ રીતે કોટિંગ કરાવવાથી કારને નીચેથી પણ કાટ લાગવાથી બચાવી શકાય છે.