- પાણી ભરાયા હોય તો કારને બંધ ન થવા દો
- કાર બંધ થઈ જાય તો તેને ચાલુ કરવાની કોશિશ ન કરો
- કારને વરસાદના સમયે ઓવરલોડ ન થવા દો
વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને આશા છે કે આવનારા એક કે 2 અઠવાડિયામાં ચોમાસું દેશના મોટાભાગના ભાગમાં પહોંચી જશે. જો તમારી પાસે વાહન છે તો જાણવું જરૂરી છે કે વરસાદની સીઝનમાં તેને ચલાવતી સમયે શું સાવધાની રાખવી. જેથી તમે સરળતાથી ડ્રાઈવિંગ કરી શકશો અને સાથે અકસ્માતનો ડર પણ ઘટશે.
પાણી વાળા રસ્તા પર વાહન ધીમે ચલાવો
જ્યાં વધારે પાણી ભરાયું હોય તે રસ્તા પરથી વાહન કાઢવાનું ટાળો તો સારું રહેશે પણ સાથે તે રસ્તાથી પસાર થવું જરૂરી હોય તો આવી સ્થિતિમાં કાર ધીમી ચલાવો. આ સાથે સૌથી શરૂઆતના ગિયરમાં કાર ચલાવો. જો વોટર લોગિંગનું લેવલ વધારે છે તો એન્જિનને કોઈ પણ સ્થિતિમાં બંધ ન થવા દો. નહીં તો તમારી કારના એક્ઝોસ્ટ સિસ્ટમમાં પાણી ભરાઈ જવાની શક્ચતા વધી જશે.
ફસાઈ જાવ તો ફરીથી ગાડી સ્ટાર્ટ ન કરો
જો સડક પર વોટર લોગિંગ છે તો તેમાં કીચડમાં કારનું એન્જિન બંધ થઈ જાય તો તેને ચાલુ કરવાની કોશિશ ન કરો. તેનાથી વાહનને વધારે નુકસાન થઈ શકે છે. એવી સ્થિતિમાં વાહનને ટો કરીને કોઈ મિકેનિકની પાસે લઈ જવાનો વિકલ્પ સારો રહેશે.
ચોમાસાની તૈયારી
ચોમાસામાં કારમાં વાઈપરના નવા સેટ લગાવડાવી લો. આ સિવાય વોશર ફ્લૂડને ટોપ અપ કરાવો. કારના ટાયરમાં ઓછામાં ઓછી 30-40 ટકા લાઈફ હોવી જરૂરી છે. નથી તો તેને બદલાવી લો તે જરૂરી છે. ઘસાઈ ગયેલા ટાયરો ભીના રસ્તા પર વધારે ઝડપથી લપસે છે.
હેઝાર્ડ લાઈટ્સની સાથે ડ્રાઈવિંગ ન કરો
ચાલુ કારમાં હેઝાર્ડ લાઈટ્સનો ઉપયોગ કરવાનું ટાળો. કેમકે તમે કઈ દિશામાં વળશો તેનાથી પાછળની કારના ડ્રાયવરને અંદાજ નહીં આવે. જો વરસાદ વધારે હોય તો કાર ચલાવવામાં તકલીફ હોય તો તેને લેફ્ટ સાઈડમાં રોકી દો અને સાથે ફરી હેઝાર્ડ લાઈટ ચાલુ કરીને ત્યાં ઊભા રહો.
20 કીમીથી ઓછી સ્પીડથી વાહન ચલાવો
સામાન્ય રીતે તમે વાહનને જે સ્પીડ પર ચલાવો છો તેનાથી ઓછી સ્પીડમાં ચલાવો. વરસાદમાં ઓછામાં ઓછી 20 કિમીની સ્પીડથી ગાડી ચલાવો. તેનાથી કારના સ્લીપ થવાનો ખતરો ઘટશે અને સાથે અનેક વાર બ્રેક્સની ક્ષમતા પણ ઘટે છે. ઓછી સ્પીડ હોવાથી બ્રેક્સ પર દબાણ ઘટશે અને કોઈ દુર્ઘટનાનો ડર પણ ઓછો રહેશે.
કારને વરસાદના સમયે ઓવરલોડ ન થવા દો
આમ તો ક્યારેય પણ ઓવરલોડેડ કાર ચલાવવી જોઈએ નહીં પણ વરસાદની સીઝનમાં તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વરસાદથી ભીના રસ્તા પર ઓવરલોડ કાર ચલાવવાથી તેનું સંતુલન બગડી શકે છે અને તેના સ્લીપ થવાનું જોખમ પણ વધે છે.