- લોકોમાં VIP નંબર પ્લેટ ખરીદવાનો ક્રેઝમાં સતત વધારો
- VIP નંબર પ્લેટ ખરીદવા લોકો પૈસાને પાણીના જેમ વહાવે છે
- VIP નંબર પ્લેટની કિંમતમાં SUV ખરીદી શકાય
ફેન્સી નંબર પ્લેટ કહો કે VIP નંબર પ્લેટનો ક્રેઝ સતત વધી રહ્યો છે. VIP નંબર પ્લેટ પ્રીમિયમ SUV કારના માલિકોનું સ્ટેટસ સિમ્બોલ બની ગઈ છે. લોકો VIP નંબર પ્લેટ મેળવવા માટે લાખો રૂપિયાનો જુગાર પણ રમવા તૈયાર છે. એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં 0001 નંબરની કિંમત જાણીને તમે ચોંકી જશો. માર્ચમાં કાર નંબર 0001ની હરાજીમાં 23.4 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. આ રકમથી બે લક્ઝુરિયસ હેચબેક કાર અથવા સારી SUV ખરીદી શકાય છે, પરંતુ દેખાડવાના શોખે પૈસાની કોઈ કિંમત જ નથી રહેવા દીધી.
VIP નંબર 0001ની માંગ ખુબ જ વધારે છે
દિલ્હી સરકારના પરિવહન વિભાગના ડેટા અનુસાર આ વર્ષે (જૂન સુધી) ગાડી નંબરોની માસિક હરાજીમાં સૌથી વધુ બોલી 0001 નંબર લાગી હતી. માર્ચમાં તેની આશ્ચર્યજનક બોલી 23.4 લાખ રૂપિયા હતી. ખરીદનારની જાણકારી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નથી. નંબર 0009 જૂનમાં રૂ. 11 લાખમાં વેચાયો હતો અને બીજા સ્થાને રહ્યો હતો. તેમજ નંબર 0007 પણ જાન્યુઆરીની હરાજીમાં રૂ. 10.8 લાખમાં વેચાયો હતો.
0007 નંબરની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે
પરિવહન અધિકારીએ જણાવ્યું કે વાહનોની ઓનલાઈન હરાજીમાં 0001 નંબર સૌથી વધુ પસંદ કરવામાં આવે છે, ખાસ કરીને રાજકારણીઓમાં. VIP નંબર પ્લેટને ગૌરવની વાત માનવામાં આવે છે અને ખરીદનાર પોતાને ખાસ માને છે. એવી જ રીતે 0007 નંબરને પણ ખૂબ જ ઊંચી બોલી લાગે છે. કારણ કે તે ગુપ્ત એજન્ટ જેમ્સ બોન્ડ અને ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની સાથે સંકળાયેલ હોવાનું માનવામાં આવે છે. પરિવહન વિભાગને જાન્યુઆરીની હરાજીમાં 0002 નંબર માટે 5.1 લાખ રૂપિયા મળ્યા હતા.
ગાડીના નંબર પ્લેટની હરાજીમાં કિંમતો
0002થી 0009 નંબરો શરૂની કિંમત 3 લાખ રૂપિયા હોય છે
0010થી 0099, 0786, 1000, 1111, 7777 અને 9999 આ નંબરો શરૂની કિંમત 2 લાખ રૂપિયા હોય છે.
0100, 0111, 0300, 0333 જેવા નંબરોની શરૂની કિંમત 1 લાખ રૂપિયા હોય છે.
તેમજ અન્ય પસંદગીના નંબરોની કિમત લગભગ 25,000 રૂપિયા હોય છે.
0786 નંબર મુસ્લિમ સમુદાયમાં શુભ માનવામાં આવે છે.