- વોટરપ્રૂફ પાઉચ કે પ્લાસ્ટિક બેગ હંમેશા સાથે રાખો
- ભીના ફોનને ભૂલથી પણ ન કરો ચાર્જ
- ભીના ફોનને તરત જ કરો ઓફ
વરસાદની સીઝન ચાલી રહી છે અને સાથે જ આજકાલ સૌ કોઈને ફોન વિના ચાલતું નથી. તમે વરસાદની સીઝનમં બહાર તો નીકળો જ છો. ક્યારેક જરૂરી કામે, ક્યારેક ઓફિસ કામે. તો તમારે આ સમયે તમારા ફોનને સુરક્ષિત રાખવો જરૂરી છે. સ્માર્ટફોનને સાચવીને રાખવો એ વરસાદના સમયમાં મોટું કામ બની જાય છે. તો જાણો તેને સેફ રાખવા માટે શું કરવું.
વોટરપ્રૂફ પાઉચ કે બેગ હંમેશા સાથે રાખો
હંમેશા એક વોટરપ્રૂફ પાઉચ કે બેગને સાથે રાખો. તેમાં વરસાદના સમયે તમે ફોનને રાખી શકો છો. તેનાથી ફોન પાણીમાં ખરાબ થશે નહીં.
ભીના હાથથી ન કરો યૂઝ
જો તમારા હાથ ભીના છે તો ફોનનો ઉપયોગ ન કરો. તેનાથી ફોનમાં મોઈશ્ચર જઈ શકે છે. ફોનનો ઉપયોગ કરતા પહેલા હાથને સારી રીતે કોરા કરી લો પછી તેનો ઉપયોગ કરો.
વોટરપ્રૂફ કેસનો ઉપયોગ
તમારે હંમેશા તમારા ફોનની સાથે વોટરપ્રૂફ કેસનો ઉપયોગ કરવો જોઈએ. સારી ક્વોલિટીના કેસ ફોનને વરસાદથી બચાવી શકે છે. તે ફોનને પાણીથી બચાવવા માટે એક એકસ્ટ્રા લેયરની સુરક્ષા આપે છે.
ભીના ફોનને ભૂલથી પણ ન કરો ચાર્જ
જો તમારો ફોન ભીનો છે તો તમે તેને ચાર્જ ન કરો. તેનાથી ફોનની બેટરી ખરાબ રીતે ડેમેજ થઈ જાય છે. પાવર કનેક્ટ કરતા પહેલા તમે ફોનને સૂકવી લો તે જરૂરી છે.
ભીના ફોનને તરત જ કરો ઓફ
ભૂલથી તમારો ફોન ભીનો થયો છે તો તમે તરત જ તેને ઓફ કરી દો. તેનાથી ફોનની બેટરી ખરાબ થતી નથી. સાથે જ શોર્ટ સર્કિટની સમસ્યાથી પણ બચી શકો છો. ફોનને ત્યારે જ ઓન કરો જ્યારે તે સૂકાઈ જાય.