- વોટ્સએપમાં આવી રહ્યુ છે મહત્વનું અપડેટ
- ઇવેન્ટના ટાઇમિંગ યાદ રાખવામાં કરશે મદદ
- ઇવેન્ટ ક્રિએટ કરીને મોકલી શકશો ઇન્વિટેશન
ઓફિસની વીકએન્ડ પાર્ટી હોય કે કોઈની બર્થડે પાર્ટી, કેટલાક લોકો એવા હોય છે જેઓ એવા બહાના કાઢે છે કે અરે હું તો ટાઇમ જ ભૂલી ગયો. પરંતુ હવે આવા બહાના કાઢીને તમે છટકી નહી શકો. કારણ કે વોટ્સ એપ એક નવુ ફીચર લાવી રહ્યું છે તમને કોઇ પણ પાર્ટીનો ટાઇમિંગ ભૂલવા જ નહી દે.
વોટ્સએપમાં આવ્યુ નવુ ફીચર
વોટ્સએપ લોકપ્રિય કોમ્યુનિકેશન એપ છે. તેના દ્વારા લોકો ઓફિસ અને ઘરના કામ માટે ઘણીવાર એકબીજાને મેસેજ કરે છે. પરંતુ હવે વોટ્સએપ તમને ઇવેન્ટ્સ પણ યાદ રાખવામાં મદદ કરશે. ત્યારે આવો જાણીએ WhatsAppના આ નવા ફીચર વિશે.
ઇવેન્ટ ક્રિએટ ફીચર કેવી રીતે ફાયદારૂપ?
વોટ્સએપના આ ફીચરમાં યુઝર્સ રેગ્યુલર મેસેજમાં ઈવેન્ટ બનાવી શકશે. આ પછી તમારા મિત્રો અને સંબંધીઓ કોઈપણ ઘટનાને ભૂલી જવા માટે બહાનું બનાવી શકશે નહીં. કારણ કે ક્રિએટ ઈવેન્ટ ફીચર તમને સમયાંતરે એલર્ટ આપતું રહેશે.
ઇવેન્ટ બનાવો સુવિધા કેવી રીતે કાર્ય કરે છે?
- વોટ્સએપનું નવું ઈવેન્ટ ક્રિએટ ફીચર ગૂગલના કેલેન્ડર ઈન્વાઈટ ફીચર જેવું છે. આ ફીચરમાં યુઝર્સે ઈવેન્ટની વિગતો ભરવાની રહેશે. જેમ કે નામ, ડિટેલ્સ, તારીખ અને સ્થાનની માહિતી. ઉપરાંત, તમારે જે વ્યક્તિને આમંત્રણ આપવું હોય તેનું નામ ભરીને ઇન્વિટેશન સેન્ડ કરવાનું રહેશે.
- ત્યારબાદ આ ઇન્વિટેશન પર તમારા મિત્ર આ ઇવેન્ટમાં હાજર રહેશે કે નહી તેની જાણકારી આપી શકશે. આ ફીચરમાં વોઈસ અને વીડિયો કોલ ફીચર પણ મળશે. ઇવેન્ટ વિશે ચેટ કરવાનો વિકલ્પ પણ હશે. આ ઉપરાંત ઇવેન્ટ વિગતોને એડિટ કરીને અપડેટ પણ કરી શકાશે. આ ઇવેન્ટની વિગતો એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે.
સુવિધા ક્યારે શરૂ થશે?
આ ફીચર ગ્રુપ ચેટ માટે પહેલેથી જ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, આ ફીચરનો ઉપયોગ કરવા માટે, તમારે Google Play Store પરથી WhatsApp અપડેટ કરવું પડશે. સાથે જ, iOS યુઝર્સને પણ એપ અપડેટ કરવી પડશે. તમને જણાવી દઈએ કે આ ફીચર તબક્કાવાર રીતે બહાર પાડવામાં આવશે.