• લેપટોપને ઓરિજિનલ ચાર્જરથી જ ચાર્જ કરો
  • લેપટોપ ચાર્જ થઈ જાય પછી ચાર્જિંગથી હટાવી દો
  • ચાર્જિંગમાં લગાવી રાખવાથી ઓવરહીટના ચાન્સ વધશે

આજકાલ સૌ કોઈ કામને લઈને સ્માર્ટફોન અને લેપટોપનો ઉપયોગ કરતા રહે છે. વર્ક ફ્રોમ હોમ હોય કે વર્કિંગ પર્સન લેપટોપ તો સામાન્ય વપરાશનું સાધન બની ગયું છે. બિઝનેસ હોય કે અભ્યાસ લોકો લેપટોપનો ઉપયોગ કરતા રહે છે. લેપટોપના સતત ઉપયોગના કારણે તે ગરમ થઈ જાય છે અને તેના અનેક કારણો હોઈ શકે છે. લેપટોપ જો થોડું ગરમ થાય તો સમસ્યા વધારે થતી નથી પણ ઓવરહીટ થવાથી નુકસાન થઈ શકે છે. તો જાણો બચવાની શું છે ટિપ્સ.

લેપટોપ વેન્ટિલેશન

લેપટોપમાં વેન્ટિલેશન જરૂરી હોય છે. લેપટોપમાં હીટને કંટ્રોલ કરવા માટે સીપીયુ ફેન આપવામં આવે છે. જો ટાઈમ ટૂ ટાઈમ આ ફેનને સાફ નહીં કરવામાં આવે તો તેનાથી મુશ્કેલીઓ વધી શકે છે. ફેન પર ડસ્ટ જામી જવાથી લેપટોપની અંદર પ્રોપર વેન્ટિલેશન થઈ શકતું નથી અને તેના કારણે તે ગરમ થવા લાગે છે. જો તમે લેપટોપના હાર્ડવેરને વિશે થોડી પણ જાણકારી રાખો છો તો તમે એક સોફ્ટ બ્રશની મદદથી તમે સીપીયૂ અને કૂલિંગ સિસ્ટમમાં જામેલી ધૂળ સાફ કરી શકો છો.

લેપટોપ ચાર્જિંગ અને ચાર્જર

હંમેશા કોશિશ કરો કે તમે તમારા લેપટોપને ઓરિજિનલ ચાર્જરથી જ ચાર્જ કરો. કોઈ પણ કંપનીના ચાર્જરનો ઉપયોગ કરો છો તો અનેક મુશ્કેલીઓ આવે છે. અનેક લોકો ફૂલ ચાર્જ થયા બાદ પણ લેપટોપથી ચાર્જર કાઢીને અલગ કરતા નથી. તેના કારણે સતત ચાર્જ થતું રહે છે અને તેના ઓવરહીટ થવાના ચાન્સ વધારે રહે છે.

લેપટોપ પરફોર્મન્સ

લેપટોપમાં જરૂરિયાત વિનાના એપ્સ ન રાખો. લેપટોપમાં એક-બેથી વધારે વિંડો ઓપન ન કરો. તેનાથી લેપટોપના પરફોર્મન્સ પર અસર પડે છે. એવામાં ધ્યાન રાખવું કે તમે જરૂર વિના કોઈ એપને ઓપન ન કરો અને વિંડો ઓપન કરનારી વાત પર પણ ધ્યાન આપો.  

  • Follow us on: