- વરસાદમાં ટુ વ્હિલર પડી જાય છે બંધ
- વાહન શરૂ કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી
- નહી તો મોટા ખર્ચા કરવાનો આવશે વારો
જ્યાં એક તરફ ચોમાસાના પહેલા વરસાદે ગરમીથી રાહત આપી છે, તો બીજી તરફ વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. તેવામાં વાહનચાલકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે પાણીમાં વાહન ચલાવવુ મુશ્કેલ બની જાય છે અને ઘણીવાર તો વાહન બંધ પણ પડી જાય છે ત્યારે આ મામલે શું ધ્યાન રાખવુ તે વિશે જાણીએ
ઘણીવાર એવું જોવા મળે છે કે રસ્તા પર પાણી ભરાવાને કારણે બાઇક અધવચ્ચે જ અટકી જાય છે, જેના કારણે લોકો ગભરાઈ જાય છે અને એવી ભૂલો કરે છે કે જેના કારણે તેમને મોટું નુકસાન વેઠવું પડે છે. ત્યારે આવો જાણીએ કેટલીક ટિપ્સ.
બાઇક ચાલુ કરવાનો પ્રયાસ કરશો નહીં
જો તમારુ ટુ વ્હિલર વરસાદી પાણીમાં ડૂબે તો તેને બિલકુલ સ્ટાર્ટ ન કરો. જો તમે વાહન ચાલુ કરો છો, તો તે ટુ વ્હિલરની ઇલેક્ટ્રિક સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે વરસાદનું પાણી બાઇકની ઇલેક્ટ્રિક સિસ્ટમમાંથી એન્જિનમાં વહી શકે છે અને આ ખરેખર ખતરનાક સાબિત થઈ શકે છે.
સ્પાર્ક પ્લગ દૂર કરો
જો શક્ય હોય તો ટુ વ્હિલરમાં લગાવેલા સ્પાર્ક પ્લગને દૂર કરો, કારણ કે વરસાદના પાણી અને કાદવને કારણે ભાગને નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં, તેમના પર કાદવ પણ જમા થઈ શકે છે અને જો તે યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો તે કામ કરવાનું બંધ કરી શકે છે, પછી તેને સમારકામ કરવામાં વધારાનો ખર્ચ થશે.
બાઇકમાં પાણી ભરાઈ જાય તો શું ?
જો વરસાદ દરમિયાન ટુ વ્હિલરની અંદર પાણી ભરાઇ જાય તો ટુ વ્હિલરને મેઇન સ્ટેન્ડ પર મુકવાનું ટાળો અને ઝડપથી બાઇકને બંને બાજુથી ટિલ્ટ કરો, આમ કરવાથી બાઇકની અંદર ભરાયેલું પાણી બહાર આવી જશે. જો પાણી હજુ પણ કેટલાક ભાગોમાં રહે છે, તો તમે ટૂલ કીટનો ઉપયોગ કરી શકો છો.
બેટરીને ડિસ્કનેક્ટ કરો
જો તમારી ટુ વ્હિલર પાણીમાં ડૂબી ગયુ હોય તો તેને સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરશો નહીં અને બને તેટલી વહેલી તકે બેટરીને ડિસ્કનેક્ટ કરો. બાઇકમાં લગાવવામાં આવેલી ઇલેક્ટ્રિક સિસ્ટમ્સ સુરક્ષિત રહેશે. ભરેલા પાણીમાંથી ધીમે ધીમે ટુ વ્હિલરને બહાર કાઢો અને થોડી વાર પછી તેને સ્ટાર્ટ કરો. જો ટુ વ્હિલર સ્ટાર્ટ ન થાય તો તમે તેને કોઈને ધક્કો મારીને સ્ટાર્ટ કરી શકો છો.