એલન મસ્કની સેટેલાઈટ ઈન્ટરનેટ કંપની સ્ટારલિંકે એક મોટા વિધ્નને પાર કરીને ભારતમાં પોતાની ઈન્ટરનેટ સુવિધાઓ શરૂ કરવા માટે જરુરી લાયસન્સ મેળવી લીધુ છે. સુત્રો મારફતે શુક્રવારે આ માહિતી જાહેર કરવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે ભારતીય ટેલિકોમ કંપનીએ સ્ટારલિંકને લાયસન્સ આપી દીધુ છે. જેનાથી કંપનીને ભારતમાં કોમર્શિયલ સેવા શરૂ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
આ સાથે સ્ટારલિંક હવે દેશમાં સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા માટે લાયસન્સ મેળવવા વાળી ત્રીજી કંપની બની ગઈ છે. આ પહેલા ટેલિકોમ મંત્રાલયે યુટેલસેટની વનવેબ અને રિલાયન્સ જીઓને પણ આ રીતે મંજૂરી આપી દીધી હતી.













