• WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ
  • WhatsAppમાં ફોટો કે વિડિયો ધીમે-ધીમે ફોનના સ્ટોરેજને ભરી દે
  • તમે ફોનમાં ફોટો અને વીડિયોને સેવ થવાથી આ રીતે રોકી શકો છો, જાણો

WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. એપમાં ફોટો કે વિડિયો મેળવ્યા પછી, તમે જેવો ફોટો કે વિડિયો ક્લિક કરો છો, તે તરત જ તમારા ફોનની ગેલેરીમાં સેવ થઈ જાય છે, જે ધીમે-ધીમે ફોનના સ્ટોરેજને ભરી દે છે.

જલ્દી ભરાઇ જાય છે સ્ટોરેજ

આ સમસ્યાને ઉકેલવાનો એક રસ્તો છે પરંતુ આ માટે તમારે WhatsApp સેટિંગ્સમાં કેટલાક ફેરફાર કરવા પડશે. ફોન ફુલ હોવાને કારણે ડિવાઈસના પરફોર્મન્સ પર અસર થાય છે, જેનાથી ગુસ્સો આવવો સ્વાભાવિક છે. અમે તમને જણાવીએ કે તમે ફોનમાં ફોટો અને વીડિયોને સેવ થવાથી કેવી રીતે રોકી શકો છો? તમે તેને બે રીતે રોકી શકો છો, પરંતુ તમારે વિચારવું પડશે કે તમે તેને વ્યક્તિગત ચેટ માટે રોકવા માંગો છો કે ગ્રુપ ચેટ્સ માટે?

આ રીતે કરો બંધ

સૌ પ્રથમ, WhatsApp ખોલો અને પછી ઉપર જમણી બાજુએ ત્રણ બિંદુઓ પર ટેપ કરો. આ પછી, સેટિંગ્સ પર ક્લિક કરો, ચેટ્સ વિકલ્પ પર ક્લિક કરો અને ચેટ્સ વિકલ્પમાં મીડિયા વિઝિબિલ્ટીને બંધ કરો. જો તમે કોઈપણ એક ચેટ માટે આ ફીચરને બંધ કરવા માંગો છો, તો પહેલા તે ચેટને ઓપન કરો જેમાં આ ફીચરને બંધ કરવાનું છે. ચેટ બોક્સ ખુલ્યા પછી, ઉપર જમણી બાજુએ ત્રણ બિંદુઓ પર ટેપ કરો અને સંપર્ક જુઓ પર ક્લિક કરો. આ પછી મીડિયા વિઝિબિલિટી વિકલ્પને બંધ કરો.

(ફોટો ક્રેડિટ- ગૂગલ)


  • Follow us on: