સ્કેમર્સ તમને નુકસાન પહોંચાડવા માટે નવી રીતો શોધી રહ્યા છે, હવે સાયબર સિક્યોરિટી એક્સપર્ટે એક નવા સ્કેમ વિશે જણાવ્યું છે જે આજકાલ લોકો માટે માથાનો દુખાવો બની ગયું છે. દરરોજ Gmail ઘણા પ્રમોશનલ ઇમેઇલ્સ, નકલી નોકરીની ઓફરો અને ફીડબેક રિક્વેસ્ટઓથી ભરાઈ જાય છે અને આ પ્રોબેલમથી બચવા માટે અમે ઇમેઇલમાં આપેલા અનસબ્સ્ક્રાઇબ બટનની મદદ લઈએ છીએ.


પરંતુ જો તમે પણ આવું જ કંઈક કરો છો તો હવે તમારે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે હવે સ્કેમર્સે અનસબ્સ્ક્રાઇબ બટનને છેતરપિંડી માટે તેમનું નવું 'હથિયાર' બનાવી લીધું છે.

ઇમેઇલ એક્ટિવ માટે મોકલે છે લિંક

રિપોર્ટ મુજબ, ઇમેઇલમાં તમને અનસબ્સ્ક્રાઇબ લિંક દેખાય છે તે હંમેશા અસલી હોતી નથી. સ્કેમ કરવાવાળા તમને લિંકને મોકલીને ચેક કરે છે ઇમેઇલ એક્ટિવ છે કે નહીં. એક વાર જો તમે અનસબ્સ્ક્રાઇબ લિંક પર ટેપ કરી દીધું તો સ્કેમ કરવાવાળાને એ વાતની ખાતરી થઈ જાય છે કે ઇમેઇલ એક્ટિવ છે અને પછી તે તમને સ્કેમ કરવાનો પ્લાન બનાવે છે.

રિપોર્ટ મુજબ, કોઈ અજાણ્યા સેન્ડરમાં તમને ઈમેઈલમાં Unsubscribe Link મોકલે છે. આવી કોઈ પણ લિંક પર ક્લિક ના કરવું જોઈએ. આવું કરવાથી તમારો ફોન, લેપટોપ અને કોઈ બીજા ડિવાઈઝને પણ સ્કેમર્સ એક્સેસ કરી શકે છે. તમારો અંગત ડેટા પણ ચોરી થઈ શકે છે.

કેવી રીતે કરે છે સ્કેમ?

સ્કેમર્સ તમારી એક્ટિવિટી ટ્રેક કરતા ટ્રેકિંગ કોડ દાખલ કરીને આ લિંક્સ મોકલે છે અને આ કોડ છેતરપિંડી કરનારાઓને એકાઉન્ટ એક્ટિવ છે કે નહીં તે જાણવામાં મદદ કરે છે. તમે લિંક પર ક્લિક કરતાની સાથે જ તમારા ઇમેઇલને એક્ટિવ તરીકે માર્ક કરવામાં આવે છે. સાયબર સુરક્ષા ફર્મ DNS Filter દ્વારા વિશ્લેષણ દર્શાવે છે કે 644 અનસબ્સ્ક્રાઇબ લિંક્સમાંથી લગભગ યુઝર્સ એવી સાઇટ પર લઈ જાય છે જે તમને નુકસાન પહોંચાડી શકે છે અને તમારા ઇમેઇલ પાસવર્ડની ચોરી થવાનું જોખમ રહેલું છે.

આ રીતે તમારી જાતને સુરક્ષિત રાખો

  • અજાણ્યા મોકલનારના ઈમેલ પર ક્લિક કરવાને બદલે, તે ઈમેલને સ્પામ તરીકે ચિહ્નિત કરવું વધુ સારું છે જેથી Gmail તમને આગલી વખતે આવા સ્પામ ઈમેલથી બચાવવામાં મદદ કરી શકે.
  • ઇમેઇલમાં અનસબ્સ્ક્રાઇબ લિંક પર ક્લિક કરવાની ભૂલ કરશો નહીં, સિવાય કે તમને મોકલનાર પર સંપૂર્ણ વિશ્વાસ હોય.
  • Hide My Email જેવા ખાનગી સાધનોનો ઉપયોગ કરો, આ સાધન તમારા વાસ્તવિક ઇમેઇલ સરનામાંને છુપાવવાનું કામ કરે છે.
  • તમારા ઇમેઇલ એપ્લિકેશન અને એન્ટીવાયરસ સોફ્ટવેરને અપડેટ રાખો જેથી તમે આવા જોખમોથી પોતાને બચાવી શકો.
  • Follow us on: