ભારતમાં ડિજિટલ પેમેન્ટનો સૌથી મોટો હથિયાર બની ગયો છે UPI. દરરોજ કરોડો લોકો તેનાથી પેમેન્ટ કરે છે. હવે 16 જૂન એટલે આજ થી UPIમાં એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. તે તમારા ટ્રાન્જેક્શન અનુભવને વધુ સારો બનાવી દેશે.
જો તમે ગૂગલ પે, ફોન પે કે કોઈ બીજો UPI પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો તો તમારો અનુભવ વધારે સારો થશે. જાણો કેવી રીતે UPI સિસ્ટમમાં ફેરફાર થશે અને હવે તે કેવી રીતે કામ કરશે.
શું છે ફેરફાર?
હવેથી UPI પેમેન્ટ વધૂ ઝડપી અને સ્માર્ટ થઈ જશે. NPCIના મુજબ UPI સિસ્ટમમાં હવે એક મોટું અપગ્રેડ આવવાનું છે. જેનાથી ટ્રાન્જેક્શન સ્પીડ 66 પ્રતિશત વધારી દેવામાં આવશે. પેમેન્ટ ફેલ કે રિફંડ પહેલાથી વધારે ઝડપી થઈ જશે. આખું પ્રોસેસ સુરક્ષિત રહેશે અને ફટાફટ થશે.
કેટલી ઝડપી થશે સર્વિસ?
NPCI મુજબ, પેમેન્ટ મોકલવાઅને રિસ્પોન્સ આવવામાં જે સમય લાગે છે તે હવે 30 સેકેન્જથી ઓછું કરીને 15 સેકેન્ડની અંદર જ થઈ જશે. જો કોઈ ટ્રાન્જેક્શન ફેલ થશે તો હવેથી રિફંડમાં ફક્ત 15 સેકેન્ડનો જ સમય લાગશે. જો કોઈ સ્ટેટસ ચેક કે પછી એડ્રેસ વેરિફાઈ કરવું હોય તો તે કામ પણ 10 સેકેન્ડમાં થઈ જશે.
આ અપગ્રેડ કેમ જરૂરી છે?
રોજ UPI પર કરોડો ટ્રાન્જેક્શન થાય છે. આટલા વધારે ટ્રાન્જેક્શન પર સિસ્ટમમાં લોડ લાગે છે ઘણી વાર તો પેમેન્ટ જ અટકી જાય છે. NPCIએ ટેકનિકલ લેવલ પર એવા સુધારા લાવ્યા છે જેનાથી ઘણી સમસ્યાઓનું સોલ્યુશન થઈ જશે.
કયા એપ્સ પર મળશે ફાયદો?
આ સુધાર બધા UPI સર્વિસ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તેમાં Google Pay, Phone Pe, Paytm UPI, BHIM, WhatsApp UPI તેમજ બીજી બૈંકિંગ UPI એપ્સ પણ સામલે છે.