ટેક્નોલોજી દિગ્ગજ એપલ તેના લોકપ્રિય ડિવાઇસ એરપોડ્સમાં એક મોટું અને ક્રાંતિકારી અપડેટ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કંપની ટૂંક સમયમાં કેમેરા સાથેના નવા એરપોડ્સ લોન્ચ કરી શકે છે, જેની પ્રથમ ઝલક તાજેતરના મેકઓએસ (macOS) સોફ્ટવેર અપડેટમાં જોવા મળી છે. 

લીક થયા કેમેરાવાળા એરપોડ્સ

હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વીડિયોંમાં લીક થયેલી માહિતી અને વિડિયોઝ અનુસાર, આ એરપોડ્સમાં આપવામાં આવેલો કેમેરા માત્ર ફોટા કે વીડિયો શૂટ કરવા માટે નથી, પરંતુ તે આસપાસની વસ્તુઓનું અવલોકન કરીને એપલના 'વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ' ફીચરને ડેટા પૂરો પાડશે.
https://twitter.com/aaronp613/status/2089522745184760112

રિલીઝ કેન્ડિડેડમાં નવા એરપોડ્સની માહિતી આવી સામે

26.7 ના રિલીઝ કેન્ડિડેટમાં આ નવા એરપોડ્સ સંબંધિત વિગતો સામે આવી છે. આ સોફ્ટવેરમાં 'B790' કોડનેમના ઘણા સંદર્ભો જોવા મળ્યા છે, જેનો સૌપ્રથમ અહેવાલ બ્લૂમબર્ગના જાણીતા ટેક પત્રકાર માર્ક ગુરમેન દ્વારા આપવામાં આવ્યો હતો. સામે આવેલા એક ટૂંકા ડેમો વીડિયોમાં એક વ્યક્તિ એરપોડ્સના કેમેરા સામે પુસ્તક પકડીને તેનું શીર્ષક બતાવે છે, ત્યારબાદ સિસ્ટમ તે પદાર્થને ઓળખીને તેની માહિતી ભવિષ્યના ઉપયોગ માટે સાચવવાની મંજૂરી આપે છે. આ ફંક્શનથી એપલની સિરી આસપાસની દુનિયા અને વસ્તુઓને વધુ સારી રીતે સમજી શકશે અને વપરાશકર્તાના પ્રશ્નોના સચોટ જવાબો આપી શકશે.

કેમેરા યોગ્ય રીતે કામ કરે તે માટે તે અવરોધમુક્ત હોવું જરૂરી છે. જો યુઝરના વાળ કે અન્ય કોઈ વસ્તુ કેમેરાને ઢાંકી દે, તો સોફ્ટવેર દ્વારા ચેતવણી પણ મળી શકે છે. અહેવાલો મુજબ, આ નવા કેમેરાવાળા એરપોડ્સ આ વર્ષે સપ્ટેમ્બરમાં એપલના અન્ય મોટા ડિવાઇસિસ જેમ કે આગામી આઇફોન મોડેલ્સ સાથે લોન્ચ થઈ શકે છે. જો કે, એપલ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ પેટ્રોલ ₹5.77 તો ડીઝલ ₹6.47 પ્રતિ લિટરનો વધારો ઝીંકાયો, આ દેશમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય