Google, Apple અને Facebook વાપરતા 16 અરબ યુઝર્સ પર ખતરો તોડાઈ રહ્યો છે. હાલમાં, જ એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ખબર પડી છે તે 16 અરબ પાસવર્ડ અને લોગ-ઈન ક્રેડેંશિયલ ચોરી કરવામાં આવ્યા છે. આ અત્યાર સુધીની મોટી ચોરી છે. જે લોકોને વિચારવા પર મજબૂર કરે છે કે શું ગૂગલ, ફેસબુક અને એપ્પલ જેવી કંપનીઓ પાસે એકાઉન્ટ સાચે સુરક્ષિત છે કે નહીં?


સાયબર સિક્યોરિટી રિચર્સમાં મળ્યું કે, 16 અરબથી વધારે ક્રેડેંશિયલ ડાર્ક વેબ પર ઓનલાઈન વેચવા માટે ઉપલબ્ધ છે. જે સમય રહેતા આ પ્રોબ્લમનું સોલ્યુલશન નહીં આવે તો ફિશિંગ એટેક, આઈડી થેફ્ટ અને તેમજ તમે તમારા એકાઉન્ટ પરથી કંટ્રોલ પર ખોઈ શકો છો.

ડેટા લીક માટે કોણ જવાબદાર?

રિપોર્ટ મુજબ, આ વર્ષની શરૂઆતમાં થયેલી તપાસમાં તપાસકર્તાનું માનવું છે કે પાસવર્ડ લીક માટે ઘણા ઈન્ફોસ્ટેલર જવાબદાર છે. પાસવર્ડ ચોરી થવો એ કોઈ નાની વાત નથી, કારણ કે તેમા ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે. આજ કારણ છે કે ગુગલના યુઝર્સ અકાઉન્ટનો પાસવર્ડ બદલી દેવો અને પાસ-કી નો ઉપયોગ કરવો.

 પાસવર્ડ કેવી રીતે લીક થાય છે?

સાયબરન્યૂઝના Vilius Petkauskas મુજબ, 30 ડેટાસેટ લીક થયા તેમાં 3.5 અરબથી વધારે રેકોર્ડ સામેલ હતા. જેના કરાણે આંકડો 16 અરબ સુધી પહોંચી ગયો હતો. તેમાં ગુગલ, એપ્પલ, ટેલીગ્રામ, ફેસબુક, ગિટહબ અને અન્ય સરકારી એજન્સીઓના પાસવર્ડ અને લોગ-ઈ ક્રેડેંશિયલ સામેલ છે.

 સુરક્ષિત રહેવા શું કરવું?

  • તરત જ એકાઉન્ટનો પાસવર્ડ બદલી નાખવો.
  • પાસવર્ડ બદલ્યા પછી ટૂ સ્ટેપ વેરિફિકેશન ફીચરનો ઉપયોગ કરવો.
  • પાસવર્ડ સિવાય એકાઉન્ટની સેફ્ટી માટે Passkeysનો ઉપયોગ કરવો.
  • Follow us on: