દિગ્ગજ ટેક કંપની એપલે તેની આગામી પ્રોડક્ટ લોન્ચ ઇવેન્ટની જાહેરાત કરી દીધી છે. કંપની 28 ઓક્ટોબરે લોસ એન્જલસ ખાતે 'પ્રો એન્ડ ટેલ' (Pro and Tell) નામના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે. જોકે, સામાન્ય રીતે એપલની ઇવેન્ટમાં આઇફોન મુખ્ય આકર્ષણ હોય છે, પરંતુ આ વખતે iPhone 18 લોન્ચ થવાની કોઈ શક્યતા નથી. ટેક જગતમાં ચર્ચા છે કે એપલ આ ઇવેન્ટમાં તેની હિસ્ટ્રીમાં પહેલીવાર ટચસ્ક્રીન સુવિધા ધરાવતું MacBook Pro લોન્ચ કરી શકે છે, જે કંપનીની વર્ષો જૂની વ્યૂહરચનામાં મોટો ફેરફાર ગણાશે.
14-ઇંચ અને 16-ઇંચના મોડેલ્સમાં ટચસ્ક્રીન અને OLED ડિસ્પ્લે
વિવિધ ટેક રિપોર્ટ્સ અને બ્લૂમબર્ગના અહેવાલો મુજબ, એપલ 14-ઇંચ અને 16-ઇંચના નવા મેકબુક પ્રો મોડેલ્સ પર કામ કરી રહ્યું છે. આ લેપટોપમાં પહેલીવાર OLED ડિસ્પ્લે સાથે ટચસ્ક્રીન આપવામાં આવી શકે છે. અત્યાર સુધી એપલે મેકબુકમાં માત્ર કીબોર્ડ, ટ્રેકપેડ અને macOS ના નેવિગેશન પર જ ભાર મૂક્યો હતો. ટચસ્ક્રીન આવવાથી યુઝર્સ સીધા સ્ક્રીન પર ટેપ કરીને એપ્લિકેશન્સ ખોલી શકશે તથા ફોટો અને વિડિયો એડિટિંગ જેવા કાર્યો વધુ સરળતાથી કરી શકશે. અલબત્ત, ટચસ્ક્રીન આવ્યા પછી પણ ટ્રેકપેડ અને કીબોર્ડ પહેલાની જેમ જ ઉપલબ્ધ રહેશે.
https://x.com/zr1x7/status/2112230284074631224?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2112230284074631224%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
