એપલ પ્રેમીઓ માટે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. Apple એ આખરે પોતાના પ્રીમિયમ MacBook Pro માં પહેલીવાર ટચસ્ક્રીન સપોર્ટ આપ્યો છે. પોતાની ખાસ "Pro and tell" ઇવેન્ટ દરમિયાન કંપનીએ આ નવું લેપટોપ રજૂ કર્યું છે, જેમાં M5 Pro અને M5 Max ચિપસેટ, OLED ડિસ્પ્લે અને ડાયનેમિક આઇલેન્ડ જેવા શક્તિશાળી ફીચર્સ આપવામાં આવ્યા છે. ભારતમાં આ લેપટોપના 14-ઇંચ મોડલની શરૂઆતી કિંમત ₹3,49,900 અને 16-ઇંચ મોડલની કિંમત ₹4,09,900 રાખવામાં આવી છે. આ નવું પ્રો-લેવલ લેપટોપ 9 નવેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ થશે.
ટચસ્ક્રીન અને ડાયનેમિક આઇલેન્ડનું ડેબ્યૂ
MacBook Pro ના ઈતિહાસમાં ટચસ્ક્રીનનો ઉમેરો એ અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર ગણાઈ રહ્યો છે. યુઝર્સ હવે સ્ક્રીન પર જ સીધું સ્ક્રોલિંગ, ઝૂમિંગ, ડ્રોઇંગ અને કન્ટેન્ટ એડિટિંગ કરી શકશે. ડિઝાઇનર્સ અને મ્યુઝિક પ્રોડ્યુસર્સ માટે આ ફીચર કામને વધુ સરળ બનાવશે. આ સિવાય, આઇફોનનું લોકપ્રિય 'ડાયનેમિક આઇલેન્ડ' ફીચર પણ પહેલીવાર મેકબુકમાં આપવામાં આવ્યું છે, જે સ્ક્રીનના ઉપરના ભાગેથી જ સ્પોટલાઇટ સર્ચ, લાઇવ એક્ટિવિટી અને મ્યુઝિક કંટ્રોલની સુવિધા પૂરી પાડે છે.
https://x.com/richontech/status/2115516739140374960?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2115516739140374960%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
