એપલ કંપનીમાં એક નવા યુગની શરુઆત થઈ ચૂકી છે, જ્યાં લાંબા સમય સુધી સીઈઓ તરીકે સેવા આપનાર ટિમ કૂકના સ્થાને વરિષ્ઠ એક્ઝિક્યુટિવ જોન ટર્નસને કંપનીના નવા સીઈઓ બનાવવામાં આવ્યા છે. આ પદ પરિવર્તનની સાથે જ એપલ દ્વારા યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) સમક્ષ જોન ટર્નસ અને ટિમ કૂક બંનેના નવા પગાર પેકેજોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેણે ટેક જગતમાં ભારે ચર્ચા જગાવી છે.
551 કરોડનું મળ્યું પેકેજ
નવી જવાબદારી સંભાળ્યા બાદ એપલના નવા સીઈઓ જોન ટર્નસનું લક્ષ્ય વળતર પેકેજ આશરે 58 મિલિયન ડૉલર (અંદાજે 551 કરોડ રૂપિયા) રાખવામાં આવ્યું છે. આ વિશાળ પેકેજમાં આગામી નાણાકીય વર્ષ માટે 3 મિલિયન ડૉલરનો વાર્ષિક મૂળભૂત પગાર અને ૫૫ મિલિયન ડૉલરના લક્ષ્ય સ્ટોક એવોર્ડ્સનો સમાવેશ થાય છે. અગાઉ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ટર્નસનો અંદાજિત પગાર આશરે 25 મિલિયન ડૉલર હતો, જેમાં હવે મોટો ઉછાળો આવ્યો છે. તેમની કમાણીનો મોટો હિસ્સો બજારમાં એપલના શેરના પ્રદર્શન પર નિર્ભર રહેશે.
સીઇઓ કૂકે પહેલા કરી હતી 74.3ની કમાણી
બીજી બાજુ, કંપનીના નવા એક્ઝિક્યુટિવ ચેરમેન બનેલા ટિમ કૂકનું પેકેજ આશરે 47મિલિયન ડૉલર (અંદાજે 446 કરોડ રૂપિયા) નક્કી કરવામાં આવ્યું છે, જેમાં 2 મિલિયન ડૉલરનો મૂળભૂત પગાર અને 45 મિલિયન ડૉલરના સ્ટોક એવોર્ડ્સ સામેલ છે. ગયા વર્ષે સીઈઓ તરીકે કૂકે કુલ 74.3 મિલિયન ડૉલરની કમાણી કરી હતી, જેની સરખામણીએ ચેરમેન તરીકેના તેમના કુલ વાર્ષિક પેકેજમાં ઘટાડો થયો છે. કૂક માટે ઇક્વિટી એવોર્ડના નિયમોમાં વિશેષ છૂટછાટ આપવામાં આવી છે, જેનાથી નિવૃત્તિ બાદ પણ તેમને શેર મળતા રહેશે.
સ્ટીવ જોબ્સ પછી ટિમ કૂકે સંભાળી હતી જવાબદારી
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2011માં સ્ટીવ જોબ્સ પાસેથી કમાન સંભાળનાર ટિમ કૂકે પોતાના 15 વર્ષના ઐતિહાસિક કાર્યકાળ દરમિયાન એપલનું માર્કેટ મૂલ્યાંકન 350 બિલિયન ડૉલરથી વધારીને 4.5 ટ્રિલિયન ડૉલરથી પણ વધુ પહોંચાડ્યું છે. હવે આ ભવ્ય વિરાસતને આગળ વધારવાની જવાબદારી જોન ટર્નસના ખભા પર આવી છે.
આ પણ વાંચોઃ Period Problem: તમારી આ જ ખરાબ આદતો લાવી રહી છે પિરિયડ્સમાં મુશ્કેલી, આજે જ હેલ્ધી ફૂડ્સને અપનાવો...