ગૂગલ મેપ્સમાં AIનો નવો અવતાર ગૂગલ હંમેશા તેના યુઝર્સના અનુભવને બહેતર બનાવવા માટે ટેકનોલોજીમાં ફેરફાર કરતું રહે છે. અત્યાર સુધી ગૂગલ મેપ્સમાં નેવિગેશનનો પૂરો લાભ મુખ્યત્વે કાર કે બાઇક ચલાવનારાઓને મળતો હતો, પરંતુ હવે કંપનીએ પગપાળા ચાલનારાઓ અને સાયકલ સવારો માટે પણ ખાસ સુવિધા શરૂ કરી છે. આ અઠવાડિયે ગૂગલે જાહેરાત કરી છે કે તેનો શક્તિશાળી AI અસિસ્ટન્ટ 'Gemini' હવે વોકિંગ અને સાયકલિંગ નેવિગેશન દરમિયાન પણ સક્રિય રહેશે.
હેન્ડ્સ-ફ્રી અનુભવ અને Gemini અસિસ્ટન્સ
આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે 'હેન્ડ્સ-ફ્રી' છે. જ્યારે તમે સાયકલ ચલાવી રહ્યા હોવ અથવા રસ્તા પર ચાલી રહ્યા હોવ, ત્યારે તમારે વારંવાર ફોન જોવાની જરૂર નહીં પડે. Gemini AIની મદદથી તમે રસ્તાની જાણકારી મેળવી શકશો અને સાથે-સાથે વોઈસ કમાન્ડ દ્વારા મહત્વના ટેક્સ્ટ મેસેજ પણ મોકલી શકશો. ગયા નવેમ્બરમાં લોન્ચ થયેલા આ ફીચરનો હવે એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર વિસ્તાર કરવામાં આવ્યો છે.













