ઇન્સ્ટાગ્રામ તેના પ્લેટફોર્મ પર મોટો બદલાવ ટેસ્ટ કરી રહ્યું છે, જે પોસ્ટ કરવાની અને કન્ટેન્ટ ઓર્ગેનાઇઝ કરવાની રીત બદલી શકે છે. રિપોર્ટ્સ મુજબ, કંપની દરેક પોસ્ટમાં માત્ર ત્રણ હેશટેગ ઉમેરવાની મર્યાદા પર કામ કરી રહી છે. આ 2011થી ચાલતા આવતાં જૂના સિસ્ટમમાં મોટો બદલાવ માનવામાં આવી રહ્યો છે.


હેશટેગ એટલા મહત્વપૂર્ણ કેમ છે?

ઇન્સ્ટાગ્રામ પર હેશટેગ 2011થી યુઝર ડિસ્કવરીનો મુખ્ય માર્ગ રહ્યો છે. ક્રીએટર્સ એક પોસ્ટમાં 30 સુધી હેશટૅગ ઉમેરીને પોતાની રીચ વધારતા હતા. પરંતુ સમય સાથે ઇન્સ્ટાગ્રામનું રેકમેન્ડેશન સિસ્ટમ બદલાઈ ગયું છે. હવે એક્સ્પ્લોર સેક્શન કન્ટેન્ટ, કેપ્શન અને યુઝરના વર્તનને વધુ પ્રાથમિકતા આપે છે. હેશટેગ હવે રીચ વધારવામાં એટલા અસરકારક નથી. હેશટૅગ હવે માત્ર કન્ટેન્ટને કેટેગરાઇઝ કરવા માટેનું સાધન બની ગયા છે.

આ મર્યાદાની શરૂઆત શું છે?

કેટલાક Reddit યુઝર્સે જણાવ્યું કે જ્યારે તે કોઈ પોસ્ટમાં ત્રણ કરતાં વધુ હેશટેગ ઉમેરે છે, ત્યારે તેમને એરર મેસેજ દેખાય છે. પરંતુ આ ફીચર હજી તમામ યુઝર્સને દેખાતું નથી. એનો અર્થ કે Meta તેને મર્યાદિત યુઝર્સ પર ટેસ્ટ કરી રહ્યું છે, જેથી પછીથી તેને આખા પ્લેટફોર્મ પર લાગુ કરવાનું નક્કી કરી શકાય. ઇન્સ્ટાગ્રામે હજી સુધી આ ટેસ્ટને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જેમ અગાઉ ઘણા ફીચર્સ ફેઝ-વાઇઝ લોન્ચ થયા છે, તેમ આ બદલાવ પણ એ જ પ્રક્રિયાનો ભાગ લાગે છે.

યુઝર્સ પર શું અસર પડશે?

આ બદલાવ એનો સંકેત આપે છે કે ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ પ્રેઝન્ટેશનની રીત બદલી રહ્યું છે. 2010 આસપાસના સમયમાં ક્રીએટર્સમાં વધુ હેશટેગ લગાવવાની સ્પર્ધા હતી. આવા ક્રીએટર્સ માટે આ મર્યાદા થોડી અસ્વસ્થતા સર્જી શકે છે. જ્યારે નવી પેઢીના યુઝર્સ હેશટેગ પર ઓછા આધારિત હોવાથી તેઓ પર તેનો ઓછો પ્રભાવ પડશે. ઇન્સ્ટાગ્રામ હવે યુઝર-ડ્રિવન ટેગિંગ કરતાં ઓટોમેટેડ કન્ટેન્ટ ડિસ્કવરી પર વધુ ભાર મુકતો દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ સામંથાની પોટ્રેટ કટ ડાયમંડ રિંગે દરેકનુ ધ્યાન ખેંચ્યુ, જાણો તેની ખાસિયત અને કિંમત વિશે...


  • Follow us on: