ટેક્નોલોજી જગતની દિગ્ગજ કંપની એપલ (Apple) આખરે તેનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં લઈને આવી છે, જેને 'iPhone Duo' નામ આપવામાં આવ્યું છે. આ ફોનના આગમન સાથે જ સ્માર્ટફોન માર્કેટમાં ફોલ્ડેબલ ફોનની ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. જોકે, આ લક્ઝરી ફોનની ઊંચી કિંમતે ભારતીય બજારમાં ભારે કુતૂહલ જગાવ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે જો કોઈ આ ફોન ખરીદવા માગે તો દુનિયાના કયા દેશમાં તે સૌથી સસ્તો પડશે અને ભારતની સરખામણીમાં ભાવમાં કેટલો મોટો તફાવત છે?

વિવિધ વૈશ્વિક બજારોમાં iPhone Duo ની કિંમતો

અમેરિકા (US): યુએસ માર્કેટમાં iPhone Duo ની શરૂઆતની કિંમત $1,999 (આશરે ₹૧.૯૦ લાખ) રાખવામાં આવી છે. જો કે, આ કિંમત પર સ્થાનિક વેચાણ વેરો (Sales Tax) શામેલ નથી, તેથી રાજ્યના આધારે ખરીદી સમયે અંતિમ કિંમતમાં થોડો ફેરફાર થઈ શકે છે. તેમ છતાં, ભારતીય બજારની સરખામણીમાં આ કિંમત ઘણી ઓછી છે.

દુબઈ (UAE): દુબઈમાં આ ફોનના 256GB વેરિઅન્ટની કિંમત 8,499 UAE દિરહામ છે. દુબઈથી એપલ પ્રોડક્ટ્સ ખરીદવી હંમેશાં ભારતીય ગ્રાહકો માટે આકર્ષક રહી છે.

હોંગકોંગ: હોંગકોંગમાં પણ આ ફોન ભારતના મુકાબલે સસ્તી કિંમતે ઉપલબ્ધ છે, જ્યાં તેની કિંમત અંદાજે ₹૨.૧૨ લાખની આસપાસ પડે છે.

ભારતમાં કિંમત અને લક્ઝરી સેગમેન્ટ

ભારતીય બજારની વાત કરીએ તો, iPhone Duo ની કિંમતે પ્રીમિયમ સેગમેન્ટને વટાવીને સીધી લક્ઝરી કેટેગરીમાં પ્રવેશ કર્યો છે. ભારતમાં આ ફોનના ૨૫૬જીબી (256GB) મોડેલની શરૂઆતની કિંમત ₹૨,૯૯,૯૦0 છે. આ સિવાય અન્ય વેરિઅન્ટ્સમાં ૫૧૨જીબી (512GB) ની કિંમત ₹૩,૨૪,૯૦0, ૧ટીબી (1TB) ની કિંમત ₹૩,૭૪,૯00 અને ટોપ-એન્ડ ૨ટીબી (2TB) વેરિઅન્ટની કિંમત ₹૪,૪૯,૯၀၀ સુધી પહોંચે છે.

સૌથી સસ્તો ક્યાં પડે છે?

વૈશ્વિક સ્તરે સરખામણી કરીએ તો, અમેરિકા માં iPhone Duo સૌથી સસ્તો પડે છે, ત્યારબાદ હોંગકોંગ અને દુબઈ જેવા બજારો આવે છે, જ્યારે ભારતમાં તેની કિંમત સૌથી વધુ છે. ભારત અને અમેરિકાની પ્રારંભિક કિંમત વચ્ચે લગભગ ₹૧ લાખ સુધીનો મોટો તફાવત જોવા મળે છે. આ ઊંચી કિંમત પાછળ આયાત શુલ્ક (Import Duty) અને સ્થાનિક કર જવાબદાર છે. વિદેશથી ખરીદી કરતી વખતે માત્ર પ્રારંભિક કિંમત જ નહીં, પરંતુ વોરંટી, નેટવર્ક બેન્ડ અને સિમ સપોર્ટ (eSIM) જેવા વ્યવહારુ મુદ્દાઓ પણ ધ્યાનમાં રાખવા અનિવાર્ય છે.

આ પણ વાંચોઃ PM Modi: જ્યારે PM મોદીને મળવા પહોંચ્યા બાળપણના મિત્ર, આ મુદ્દે ન્યાય માટે પીએમને કરી અપીલ