જો તમે રોજબરોજ ભીડભાડવાળી જગ્યાઓ પર જાઓ છો અથવા સતત એરપોર્ટ્સ, રેલવે સ્ટેશન કે બજારોમાં સમય વિતાવો છો, તેમજ મોટાભાગે કાનમાં હેડફોન કે ઇયરબડ્સ પહેરી રાખો છો, તો એપલ (Apple) નો આઇફોન (iPhone) તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. આઇફોનમાં એક એવી અદ્ભુત અને ગુપ્ત સુવિધા ઉપલબ્ધ છે, જે ભીડ કે ઘોંઘાટ વચ્ચે પણ તમારું નામ બોલાવવામાં આવે ત્યારે તરત જ તમને ચેતવણી (Alert) આપે છે. આ માટે તમારે સતત ફોનની સ્ક્રીન પર નજર રાખવાની પણ જરૂર નથી પડતી.

'સાઉન્ડ રેકગ્નિશન' ફીચર છે અદ્દભુત

આ ફીચરને 'સાઉન્ડ રેકગ્નિશન' (Sound Recognition) કહેવામાં આવે છે, જે આઇફોનની એક્સેસિબિલિટી (Accessibility) સેટિંગ્સમાં સામેલ છે. સામાન્ય રીતે આ સુવિધા ડોરબેલ, સાયરન કે એલાર્મ જેવા આસપાસના અવાજોને ઓળખવા માટે વપરાય છે, પરંતુ આમાં લોકોના નામ ઓળખવાનો વિકલ્પ પણ ખૂબ જ કામ આવે છે. જ્યારે તમે ઘોંઘાટીયા વાતાવરણમાં હોવ અથવા હેડફોન દ્વારા સંગીત સાંભળી રહ્યા હોવ ત્યારે આસપાસના અવાજો અસ્પષ્ટ થઈ જાય છે. આવી સ્થિતિમાં જો કોઈ તમને બોલાવી રહ્યું હોય, તો આઇફોન તે અવાજને ઓળખીને તમને તાત્કાલિક સાવધ કરે છે.

આઇફોનમાં આ રીતે સુવિધા ચાલુ કરી દો

આ શાનદાર સુવિધાને તમારા આઇફોનમાં ચાલુ કરવી ખૂબ જ સરળ છે. સૌથી પહેલા તમારા ફોનની 'સેટિંગ્સ' (Settings) ખોલો અને ત્યારબાદ 'એક્સેસિબિલિટી' (Accessibility) વિભાગમાં જાઓ. અહીં તમને 'ઑડિઓ અને વિઝ્યુઅલ' અથવા 'સાઉન્ડ રેકગ્નિશન' નો વિકલ્પ મળશે. (iOS ના અલગ-અલગ વર્ઝન મુજબ નામમાં થોડો ફેરફાર હોઈ શકે છે). આ ધ્વનિ ઓળખ વિકલ્પને ચાલુ કરો અને ઉપલબ્ધ શ્રેણીઓમાંથી જરૂરી વિકલ્પ પસંદ કરો. હેડફોન વાપરનારાઓ માટે આ વરદાનરૂપ સાબિત થાય છે, જો કે તેની ચોકસાઈ આસપાસના અવાજ અને ઉપકરણ પર આધાર રાખે છે.

આ પણ વાંચોઃ A, B, AB, O જ નહીં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું નવું બ્લડ ગ્રુપ, નામ આપ્યું છે અટપટું