AI એ હવે સુરક્ષા ક્ષેત્રમાં ખરા અર્થમાં જોરદાર કમાલ કરી છે કેમ કે આવનારા ભવિષ્યમાં ટાટાનું AI સંચાલિત "Puchu" હવે ઘરોનું નિરીક્ષણ કરશે. આ સ્માર્ટ Puchu કેવી રીતે કામ કરે છે, તે કેવી રીતે મદદ કરે છે, અને તેનો બેટરી બેકઅપ કેવો છે? એ વિશેની દરેક વિગતો AI સમિટ 2026માં જાહેર કરવામાં આવી હતી.


કેવી રીતે કામ કરે છે "Puchu"

ટાટાના ગ્લોબલ હેડ તરફથી AI સંચાલિત "Puchu" અંગે જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ જે જગ્યા એ સુરક્ષા બાબતે માનવ નાથી પહોંચી શકતો ત્યાં હવે "Puchu" સરળતાથી ત્યાં પહોંચી શકે એમ છે. "Puchu"ના બિલ્ટ-ઇન કેમેરા અને સેન્સર રીઅલ-ટાઇમ ડેટા પ્રદાન કરે છે, જે કોઈપણ ચોક્કસ સ્થાન વિશે માહિતી પ્રદાન કરે છે જેનાથી સુરક્ષાની જરૂર પડી હોય તે સ્થાન પરની માહિતી તે સમયસર મેળવી શકે છે. ગેસ લીકથી લઈને ફાયર એલાર્મ સુધી "Puchu" દરેક કાર્યમાં મદદ કરી શકે છે.

"Puchu" 24/7 સુરક્ષા પ્રદાન કરશે

ટાટાના ગ્લોબલ હેડ તરફથી AI સંચાલિત "Puchu" અંગે જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ "Puchu" એક એવું સુરક્ષાનું સાધન સાબિત થશે જે ક્યારેય આરામ કરતું નથી. પુચુ સરળતાથી ગેસ લીક ​​શોધી શકે છે. તેનું બિલ્ટ-ઇન સેન્સર ધુમાડો અને ગંધ શોધી શકે છે, ગેસ લીકથી લઈને ફાયર એલાર્મ સુધીના એલાર્મ ટ્રિગર કરી શકે છે, જેથી સંકટ સમયમાં તાત્કાલિક રીતે જરૂરી પગલાં લઈ શકાય. "Puchu" એક પાવર પેક બેટરી બેકઅપ સાથે આવે છે જે લાંબા ગાળાની દેખરેખ માટે પરવાનગી આપે છે.

આ પણ વાંચો: Technology: જ્યારે Steve Jobsને Googleનો લોગો પસંદ ન આવ્યો, ત્યારે મિત્રને શું કરી ફરિયાદ?, જાણો રસપ્રદ કિસ્સો

  • Follow us on: