iPhone 17 સિરીઝના સત્તાવાર લોન્ચ પછી, લોકોને નવા મોડલ્સ મળવાનું શરૂ થઈ ગયું છે. આ નવી સિરીઝને ખાસ માનવામાં આવી રહી હતી કારણ કે કંપનીએ ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે. Durability વધારી છે અને નવા ફિચર ઉમેર્યા છે. જોકે, લોન્ચ થયા પછી, હવે ફોનની બિલ્ડ ગુણવત્તા, એટલે કે તેની Durability અંગે પ્રશ્નો ઉભા થયા છે. સ્ક્રેચ થયેલા iPhone 17 Pro મોડેલ અને એર વેરિઅન્ટની છબીઓ સામે આવ્યા પછી, લાખો રૂપિયા ખર્ચનારા યુઝર્સ હવે ચિંતિત છે. જેમણે ફોન ખરીદ્યા છે તેઓ હવે અનેક પ્રશ્નો પૂછી રહ્યા છે.


યુઝર્સ થયા પરેશાન!

એક રિપોર્ટ મુજબ, આઇફોન 17 પ્રો અને આઇફોન એરના ચોક્કસ રંગ વિકલ્પોમાં સ્ક્રેચ થવાની સંભાવના વધુ હોય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, ખાસ કરીને ટ્વિટર પર ઘણા ફોટા શેર કરવામાં આવી રહ્યા છે, જેમાં નવા આઇફોન મોડેલો પર સ્ક્રેચ અને નાના સ્ક્રેચના નિશાન જોવા મળી રહ્યા છે. સિરામિક શીલ્ડ હોવા છતાં, સ્માર્ટફોનની Durability પર હવે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે.

સાવધાની સાથે ઉપયોગ કરો

iPhone 17 Pro, iPhone 17 Pro Max અને iPhone Air ના Space Black કલર વેરિઅન્ટ પર સ્ક્રેચ વધુ દેખાય છે. જો કે, આ મોડેલોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. જો તમે iPhone 17 સિરીઝ વિશે વિચારી રહ્યા છો અથવા પહેલાથી જ ખરીદી લીધી છે, તો ફોનને સાવધાની સાથે હેન્ડલ કરવાની સલાહ આપવામાં આવે છે.

iPhone 17માં શું ફેરફાર?

17 પ્રોમાં ટાઇટેનિયમને બદલે એલ્યુમિનિયમ બોડી છે. આ નવું મોડેલ એરોસ્પેસ-ગ્રેડ 7000-સિરીઝ એલ્યુમિનિયમનો ઉપયોગ કરે છે,  જે તેને તેના પુરોગામી કરતા વધુ ટકાઉ બનાવે છે. પ્રો મોડેલ સ્ક્રેચ અને ક્રેક પ્રતિકાર માટે સિરામિક શીલ્ડ 2 નો પણ ઉપયોગ કરે છે.

iPhone Air

બીજી બાજુ, iPhone Air માં ટાઇટેનિયમ ચેસિસ છે જે એલ્યુમિનિયમ કરતાં વધુ ટકાઉ હોવાનું કહેવાય છે. તે સ્ક્રેચ પ્રતિકાર માટે પાછળના પેનલ પર સિરામિક શીલ્ડ અને ડિસ્પ્લે પર સિરામિક શીલ્ડ 2 નો ઉપયોગ કરે છે.


  • Follow us on: