માર્કેટમાં એક નવો કૌભાંડ ચાલી રહ્યો છે જેને eSIM કૌભાંડ કહેવામાં આવી રહ્યો છે. આ કૌભાંડમાં સ્કેમર્સ પહેલા યુઝર્સને કોલ કરે છે અને તેમને eSIM એક્ટિવેશન લિંક મોકલે છે અને એક ક્લિક બાદ થઈ જાય છે મોટો કૌભાંડ.


eSIM કૌભાંડનો આતંક

છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ફ્રોડ લોકોને ઠગવામાં અલગ અલગ હથકંડા અપનાવીને નિશાન બનાવી રહ્યા છે. સ્કેમર્સ સિમ બદલવાના નામ પર અથવા સીમ એક્ટિવેશનના નામ પર તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. હમણાંથી નવો કૌભાંડ જે માર્કેટમાં ચાલી રહ્યો છે તેને eSIM કૌભાંડ કહેવામાં આવી રહ્યો છે. જેમાં સ્કેમર્સ એક્ટિવેશન લિંકની મદદથી લોકોને એક ક્લિકમાં છેતરી રહ્યા છે.

અજાણ્યા નંબર પરથી આવશે લિંક

જો ક્યારેય પણ તમારા ફોનમાં કોઈ પણ પ્રકારની એક્ટિવેશન લિંક કોઈ જાણીતા કે અજાણ્યા નંબર પરથી તમને મળે છે તો ભૂલથી પણ તે લિંક પર ક્લિક ન કરતા કેમ કે એકજ ક્લિકમાં સાયબર ફ્રોડ તમારું બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાંખશે. આ કૌભાંડમાં સ્કેમર્સ પહેલા યુઝર્સને કોલ કરે છે અને તેમને eSIM એક્ટિવેશન લિંક મોકલે છે. એકવાર યુઝર્સ આ લિંક પર ક્લિક કરે છે એટલે સ્કેમર્સ તેમના મોબાઇલ નંબરના ઍક્સેસ મેળવે છે અને ત્યાર બાદ આખી ગેમ શરૂ થાય છે.

ઍક્સેસ મેળવ્યા પછી એકાઉન્ટ ખાલી

ઍક્સેસ મેળવ્યા પછી ફિઝિકલ સિમ ધરાવતો યુઝરનો ફોન સિગ્નલ ગુમાવે છે, અને એ સિમ સ્કેમરના eSIM ડિવાઇસ પર એક્ટિવેટ થાય છે. ત્યાર બાદ સ્કેમર્સ યુઝરના એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન કરે છે. આ માટે એક OTP જરૂરી છે, જે સ્કેમર દ્વારા એક્ટિવેટ કરાયેલ eSIM પરથી પ્રાપ્ત થાય છે. ટેક નિષ્ણાતોના મત મુજબ આવી છેતરપિંડીથી બચવા માટે તમારે જાણીતા એક અજાણ્યા નંબર પરથી આવતી લિંક ઓપન નથી કરવાની , એ સિવાય જો ફોનના સિગ્નલ અચાનક ગાયબ થઈ જાય, તો તમારે તાત્કાલિક બેંક અને ટેલિકોમ ઓપરેટરનો સંપર્ક કરવો જોઈએ.


  • Follow us on: