આજકાલ સ્માર્ટફોન માર્કેટમાં એટલી મોટી રેન્જમાં ઉપલ્ભધ છે કે દરેક બ્રાન્ડ પાસે પોતાના અલગ-અલગ અને ખાસ ફીચર છે. તેમાંથી એક મહત્વનું ફીચર છે IP રેટિંગ, જે એ નકકી કરે છે કે તમારો ફોન પાણી કે ધૂળ જેવી વસ્તુઓમાં પણ કેટલું સુરક્ષિત છે. પણ શું તમને ખબર છે કે IP રેટિંગનો રિયલ અર્થ શું છે ? જાણો વધુ વિગતવાર
IP નું પુંરું નામ Ingress Protection એટલે કે એવું ડિવાઈસ અંદરની ધૂળ કે પાણી જેવા તત્વોને અંદર ઘુસવા નથી દેતો. એક રિપોર્ટ મુજબ, તમારા ફોનને કઈ હદ સુધી પાણી અને ધૂળથી બચાવી શકે છે તેની જાણકારી IP Ratingથી ખબર પડે છે.
IP Rating આ રીતે લખવામાં આવે છે- IPના બે અંકો હોય છે, IP67, IP68, IP69 વગેરે. પહેલો આંકડો 0 થી 6 નો હોય છે અને તે એ દર્શાવે છે કે ફોનને ધૂળથી કેટલું રક્ષણ મળે છે. બીજો આંકડો 0 થી 9 નો હોય છે અને તે જણાવે છે કે પાણીથી ફોનનો કેટલો સુરક્ષિત છે. ધ્યાન રાખો, જેટલું મોટો નંબર એટલી વધારે સુરક્ષા.
સામાન્ય IP રેટિંગ્સ અને તેનો અર્થ
IP67: આ ફોન ધૂળથી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને 30 મિનિટ સુધી 1 મીટર ઊંડા પાણીમાં ડૂબાડવાથી પણ તેને નુકસાન થતું નથી.
IP68: આ વધુ સારી સુરક્ષા આપે છે - 30 મિનિટ સુધી 1.5 મીટર પાણીમાં ડૂબે તો પણ કોઈ પ્રોબ્લમ આવતી નથી.
IP69: આ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રેટિંગ છે, જે ફોનને ઉચ્ચ દબાણવાળા પાણીના જેટ અને ઊંડા પાણીથી પણ સુરક્ષિત કરી શકે છે.
શું સસ્તા ફોન પણ વોટરપ્રૂફ હોય છે?
પહેલા IP68 જેવી સુવિધાઓ ફક્ત મોંઘા ફ્લેગશિપ ફોનમાં જ ઉપલબ્ધ હતી. પરંતુ હવે Redmi, Real me, Motorola અને iQOO જેવી બ્રાન્ડ્સે 20,000 રૂપિયાથી ઓછી કિંમતે પણ સારા IP રેટિંગવાળા ફોન લોન્ચ કરવાનું શરૂ કરી દીધું છે. તેથી જો તમારા માટે પાણીનું રક્ષણ મહત્વપૂર્ણ છે, તો ફોન ખરીદતી વખતે તેનું IP રેટિંગ ચોક્કસપણે તપાસો.
અંતે શું ધ્યાનમાં રાખવું?
જો તમને એવો ફોન જોઈતો હોય જે વરસાદ, આકસ્મિક પાણી પડવાથી કે છાંટા પડવાથી સુરક્ષિત રહી શકે, તો ઓછામાં ઓછો IP68 રેટિંગવાળો ફોન લેવો સમજદારીભર્યો રહેશે. અને જો તમે ફોનનો ઉપયોગ રફ કરો છો અથવા બહારના વાતાવરણમાં તેનો ઘણો ઉપયોગ કરો છો, તો IP69 રેટિંગવાળો ફોન તમારા માટે યોગ્ય રહેશે.