WhatsApp યુઝર્સને એક મોટો ઝટકો લાગે એવાઆ સમાચાર સામે આવ્યા છે. હવે WhatsApp પર થર્ડ-પાર્ટી AI ચેટબોટ્સનો ઉપયોગ શક્ય નહીં બને વપરાશકર્તાઓ ફક્ત Meta AI નો ઉપયોગ કરી શકશે.


થર્ડ-પાર્ટી AI ચેટબોટ્સનો ઉપયોગ નહીં શક્ય બને

તાજેતરમાં આવેલી નવી અપડેટ મુજબ Meta દ્વારા લેવામાં આવેલ આ નવો નિર્ણય આવતા વર્ષે 15 જાન્યુઆરીથી અમલમાં આવશે. આ સમાચાર WhatsApp યુઝર્સને ઝટકો આપી શેક છે કેમ કે 15 જાન્યુઆરી પછી, ChatGPT અને Perplexity AI જેવા ચેટબોટ્સ હવે WhatsApp પર કામ કરી શકશે નહીં. આ માટે, મેટાએ WhatsApp Business API અપડેટ કર્યું છે.

વ્યવસાયોને થશે મોટી અસર!

આ નવી અપડેટ આવનારા સમાયમાં લાગુ પડશે એ બાબતે WhatsAppના માધ્યમથી વ્યવસાયો સાથે જોડાયેલ કંપનીને કોઈ અસર નહીં થાય. મેટાએ સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય ટ્રાવેલ કંપનીઓ અને ઈ-કોમર્સ બ્રાન્ડ્સ સહિતના વ્યવસાયોને અસર કરશે નહીં, જે ઓટોમેટેડ ગ્રાહક સેવા બોટ્સ અને અન્ય મર્યાદિત પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. આ નિર્ણય AI સ્ટાર્ટઅપ્સને સીધી અસર કરશે જે WhatsApp દ્વારા ગ્રાહકોને ચેટ-આધારિત સહાયકો પ્રદાન કરી રહ્યા છે.

મેટા સંદેશ મર્યાદા પણ નક્કી કરશે

મેટા આગામી સમયમાં આ નવી અપડેટ સાથે સાથે WhatsApp સ્પામને રોકવા માટે પણ એક નવું પગલું ભરી શકે છે. જેનાથી સાયબર ફ્રોડના કેસોમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. WhatsApp સ્પામને રોકવા માટે જવાબ ન આપનારા લોકોને મોકલવામાં આવતા સંદેશાઓ પર માસિક મર્યાદા લાદી શકે છે. આ નિર્ણય વ્યવસાયો તેમજ વપરાશકર્તાઓને લાગુ પડશે. આગામી થોડા અઠવાડિયામાં ઘણા દેશોમાં તેનું ટ્રાયલ શરૂ થશે.

  • Follow us on: