આજના સમયમાં સ્માર્ટફોન માત્ર જરૂરિયાત જ નહીં પણ એક મોંઘુ રોકાણ પણ બની ગયું છે. છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટફોનના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકો હવે પ્રીમિયમ અને મોંઘા મોડેલ્સ ખરીદવા તરફ વળ્યા છે. આવી સ્થિતિમાં, ફોનની યોગ્ય જાળવણી કરવી ખૂબ જ અનિવાર્ય છે. આપણે ફોન ક્યાં રાખીએ છીએ તેની સીધી અસર તેની બેટરી, કાર્યક્ષમતા અને આપણા સ્વાસ્થ્ય પર પડે છે. જાણો એવી 4 જગ્યાઓ વિશે જ્યાં ભૂલથી પણ ફોન ન રાખવો જોઈએ.
1. ગરમીના સ્ત્રોત અને ચાર્જિંગ વખતે સાવધાની
તમારા સ્માર્ટફોનને ક્યારેય પણ ગરમી પેદા કરતા ઉપકરણો જેવા કે ગેસ સ્ટોવ, ઇન્ડક્શન કૂકર કે માઇક્રોવેવ પાસે ન રાખવો જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે, ફોન ચાર્જ થતો હોય ત્યારે તેને ક્યારેય ઓશિકા કે ધાબળા નીચે ન મૂકવો જોઈએ. ચાર્જિંગ દરમિયાન ફોન ગરમ થતો હોય છે અને કાપડ તેને ઠંડો થવા દેતું નથી, જેના કારણે બેટરી ફાટવાનું અથવા આગ લાગવાનું જોખમ વધી જાય છે.
2. પાર્ક કરેલી કારમાં ફોન ન છોડો
ઉનાળાની ઋતુમાં તડકામાં પાર્ક કરેલી કારનું તાપમાન અંદરથી ખૂબ જ વધી જાય છે. જો તમે તમારો ફોન આવી ગરમ કારમાં લાંબા સમય સુધી છોડી દો છો, તો તેના આંતરિક સર્કિટ અને ડિસ્પ્લેને કાયમી નુકસાન થઈ શકે છે. આ નુકસાનને સુધારવા માટે તમારે ફોનની અસલ કિંમત જેટલો જ મોટો ખર્ચ કરવો પડી શકે છે.
3. એરપોર્ટ સુરક્ષા તપાસ દરમિયાન જોખમ
એરપોર્ટ પર સુરક્ષા તપાસ (Security Check) વખતે ઘણા લોકો ઉતાવળમાં પોતાનો ફોન ટ્રે અથવા ડબ્બામાં મૂકી દે છે. ભીડભાડ વાળા એરપોર્ટ પર આનાથી બે પ્રકારના જોખમો રહેલા છે: એક તો ઉતાવળમાં ફોન ત્યાં જ ભૂલી જવાની શક્યતા અને બીજું ચોરી થવાનો ભય. આના કરતા ફોનને બેગમાં અંદર રાખીને સ્કેનિંગમાં મૂકવો વધુ સુરક્ષિત વિકલ્પ છે.
4. પેન્ટના ખિસ્સામાં ફોન રાખવો
મોટાભાગના લોકો ફોનને આખો દિવસ પેન્ટના ખિસ્સામાં રાખે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. સ્માર્ટફોન રેડિયો ફ્રીક્વન્સી તરંગો (RF Waves) ઉત્સર્જન કરે છે. લાંબા સમય સુધી શરીરના સીધા સંપર્કમાં ફોન રહેવાથી રેડિયેશનની અસર થઈ શકે છે, જે ભવિષ્યમાં ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. બને ત્યાં સુધી ફોનને હાથમાં રાખવો અથવા બેગમાં રાખવો હિતાવહ છે. આ નાની લાગતી બાબતો તમારા મોંઘા સ્માર્ટફોનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવામાં અને તમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી બચાવવામાં મદદરૂપ થશે.
આ પણ વાંચોઃ ફેશન કે પછી ચાલતી ફરતી બેકરી? બ્રેડમાંથી બનેલો ડ્રેસ પહેરીને રેડ કાર્પેટ પર પહોંચી આ સેલિબ્રિટી